ગરુડ પુરાણ કથા અધ્યાય-૫ ભાગ-૪

  • February 27, 2021
  • By Jaydip Morichauhan
  • 0 Comments

  


★ ગરુડજીએ પૂછ્યું કે હવે તમે પોતાના ધ્યાનનું મહત્ત્વ બતાવો. શ્રી હરિએ કહ્યું- હવે હું હરિના ધ્યા રૃપને તમને બતાવું છું, જે ધ્યાન આ માયા તંત્રનું વિચ્છેદન કરવાવાળું છે. હે ખગ! તે હરિનું ધ્યાન મૂર્ત ધ્યાન તેમજ અમૂર્ત ધ્યાન આ ભેદોથી બે પ્રકારનું હોય છે. ભાવ રૃપથી સ્મરણ કરવું અમૂર્ત ધ્યાન હોય છે. તે તો મેં તમને પહેલાં બતાવી દીધું છે. જ્યારે હું ભગવાન હરિ અર્થાત્ ખુદના મૂર્ત ધ્યાનને બતાવું છું. એનું શ્રવણ કરો. કરોડો સૂર્યોની સમાન પ્રકાશવાળા વિષ્ણુ અને હરિ ભ્રાજિષ્ણુ હોય છે. કુંદના ફૂલ અને ગાયના દૂધની સમાન ધવલ વર્ણવાળા હરિનું ધ્યાન મુક્તિની ઇચ્છા કરવાવાળાઓએ કરવું જોઈએ. હરિનું સ્વરૃપ વિશાળ તેમજ પરમ સૌમ્ય શંખથી સમન્વિત છે. ભગવાન હરિ સહસ્ત્રો સૂર્યોના તુલ્ય જ્વાળાઓની માળાઓથી ઉગ્ર રૃપવાળા ચક્રને ધારણ કરે છે. હરિનું સ્વરૃપ પરમ શાંત છે. એમનું દર્શન રૃપ પરમ શુભ છે અને ગદા હાથોમાં ધારણ કરેલા છે. રત્નોની આભાથી અતીત જાજ્વલ્યમાન મહાન કિમતી કિરીટથી સુશોભિત છે. વનમાળા ધારી શુભ્ર સમાન અંશોથી યુક્ત અને સુવર્ણથી ભૂષણોના શોભિત શ્રી હરિ જ રહે છે. પદ્માસન પર વિરાજમાન પરમ સુંદર વસ્ત્રોને ધારણ કરીને શુદ્ધ દેહવાળા અને સુંદર કાનોવાળા શ્રી હરિનું જ સ્વરૃપ છે.

★ શ્રી હરિનું સંપૂર્ણ શરીર હિરણ્યમય છે-સુંદર હારને કારણે તેઓ ગળાને શોભિત કરવાવાળા શુભ અંગદોને પહેરવાવાળા છે. અણિમા મહિમા વગેરે ગુણોથી યુક્ત તથા સૃષ્ટિના સંહાર કરવાવાળા છે. ભગવાનનું મૂર્તિ સ્વરૃપ મહામુનિઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય છે. તેઓ અસુરો દ્વારા પણ ધ્યાન કરવા યોગ્ય છે અને દેવો દ્વારા પણ ધ્યેય છે. શ્રી હરિનું મૂર્ત સ્વરૃપ સંતાપોનો નાશ કરવાવાળું છે. તેઓ શરણાગતની રક્ષા કરવાવાળા, સુખ કરવાવાળઆ સૌમ્ય સ્વરૃપથી યુક્ત અને મહાન ઈશ્વર છે.

★ ભગવાન નારાયણ બધા લોકોના હિત સંપાદન કરવાવાળા- બધાના સ્વામી, બધાના સુખકર પ્રિય સૂર્યમંડળમાં સ્થિત, અગ્નિમાં સ્થિત અને જળમાં વિરાજમાન છે. વાસુદેવ પ્રભુ સંપૂર્ણ જગતનું ધ્યાન રાખવાવાળા, બધાના ધ્યાન કરવા યોગ્ય મુક્તિની ઇચ્છા કરવાવાળાના વિષ્ણુ છે. હું જ વાસુદેવ હરિ છું, આ પ્રકારથી હરિનું આત્મરૃપથી ધ્યાન કરવું જોઈએ. જે લોકો આ ઉક્ત સ્વરૃપવાળા વિષ્ણુ ભગવાનનું આ રીતિથી ધ્યાન કર્યા કરે છે તેઓ પરમોત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ પહેલાં આ પ્રકારથી સુરેશ્વર વિષ્ણુનું ધ્યાન કર્યું હતું, તેથી ધર્મોના ઉપદેશ કરીને પરમ પદને પ્રાપ્ત થયા હતા. હે શંકર! જે મારા આ બનાવેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન પઠન કર્યા કરે છે તે પણ પરમોત્તમ ગતિને પ્રાપ્ત કરી લે છે.

★ એના ઉપરાંત શ્રી સૂતજીએ કહ્યું- જે ધ્રુવ અર્થાત્ પરમ નિશ્ચિત પદાર્થોનો, વિષયોનો ત્યાગ કરીને અધ્રુવોનું સેવન કરે છે એ પુરુષના ત્યાગ કરી દેવાથી ધ્રુવ પણ નષ્ટ થઈ જાય છે અને જે અધ્રુવ છે તે તો ખુદ જ નષ્ટ બહુધા થાય છે. બોલવાના અંગથી કે શક્તિથી હીન પુરુષની વિદ્યા એ જ પ્રકારની હોય છે, જેમ કે કોઈ કાયર પુરુષના હાથમાં આપવામાં આવેલું શસ્ત્ર બેકાર થાય છે. જે રીતે જોવા યોગ્ય સ્ત્રી પણ કોઈ નેત્રાંધની તૃષ્ટિ નથી કરતી. ભોજનથી યોગ્ય પદાર્થોનું હોવું એ ભોજ્ય પદાર્થોના ભોજન કરવાની શક્તિનું રહેવું અર્થાત્ ખાવા તથા પાચનની શક્તિને મેળવવી, રમણીની સાથે રતિ ક્રિયા કરવાની શક્તિ, શ્રેષ્ઠ વરાંગનાનું મેળવવું, વૈભવનું મેળવવું અને દાન કરવાની શક્તિનું હૃદય વિદ્યમાન રહેવું આ છ વાતોને આ સંસારમાં પ્રાપ્ત કરવી અર્થાત્ આ બધી વાતો ઘણી તપશ્ચર્યાથી જ પ્રાપ્ત થયા કરે છે.

★ વેદોના ફળ અગ્નિહોત્ર થાય છે. શુભનું ફળ શીલ વૃત્તિનું થાય છે. દારાનું ફળ એ જ હોય છે કે તે રતિ ક્રીડામાં પુત્ર સમુત્પન્ન કરે અને ધનનું ફળ હોય છે કે દાન આપે અને એનો પૂર્ણ ઉપયોગ કરે. પ્રાજ્ઞ પુરુષને જોઈએ કે એવી કન્યાની સાથે વિવાહ સંબંધ કરે જે કોઈ સારા કુળમાં ઉત્પન્ન થઈ હોય ભલે તે વિશેષ રૃપ-લાવણ્યથી હીન પણ હોય. એ અર્થથી પણ શું લાંભ છે જેની સંગતિ અનર્થમાં થાય છે. કોઈ શક્તિ છે કે સર્પની શિખાથી ઉત્પન્ન મણિને ગ્રહણ કરે. દુષ્ટ કુળથી પણ ગુણોનું ગ્રહણ કરી લેવું જોઈએ અને બાળકના મુખથી નિકળેલા સુભાષિતને પ્રાપ્ત કરી લે, અપવિત્ર સ્થાનમાં પણ પડેલા સુવર્ણને લઈ લે તથા સ્ત્રી રત્નને દુષ્કુળથી પણ ગ્રહણ કરી લેવું જોઈએ.

★ મનુષ્યને જોઈએ કે તે કુળને ભક્તમાં નિયોજિત કરે-પુત્રને વિદ્યામાં નિયોજિત કરે- શત્રુને વ્યસનમાં નિયોજિત કરે અને ઇષ્ટને ધર્મમાં નિયોજિત કરે. નોકરો અને આભરણોને યોગ્ય રૃપોમાં અર્થાત્ સમુચિત સ્થાનોમાં જ પ્રયુક્ત કરવા જોઈએ. પુષ્પોના સ્તવક (ગુચ્છ)ની જેમ મનસ્વીની બે ગતિ થયા કરે છે કાં તો સમસ્ત લોકોના મસ્તક પર આ રહે છે અથવા શૌર્યથી પતિત થઈને જીવનમાં જ પતિત થઈ જાય છે. કાનના ભૂષણથી સંગ્રહણ કરવા યોગ્ય મણિ જો પગમાં બાંધી દેવામાં આવે છે તો શું મણિ ત્યાં શોભા નથી આપ્યા કરતું. પ્રત્યુત ત્યાં તો એના યોજિત કરવાવાળાની જ બુરાઈ થાય છે.

★ મસ્તક પર ધારણ કરવાવાળા આભૂષમ પગમાં ધારણ કરવા પર શોભા નથી આપતું. ચૂડામણિને જો કોઈ પગમાં ધારણ કરે તો એનાથી એની શોભામાં ફરક નથી પડતો. પરંતુ ધારણ કરવાવાળાની મૂર્ખતાને પ્રગટ કરે છે.


To be continue...


Thank you...

Admin:- indiangodhistry

You Might Also Like

0 Comments

Any dought, so please comment now...