ગરુડ પુરાણ કથા અધ્યાય-૫ ભાગ-૩

  • February 27, 2021
  • By Jaydip Morichauhan
  • 0 Comments

  


★ હવે આપણે મન્વંતરના ઋષિઓનું વર્ણન કરીએ છીએ. એમાં દેવ શ્રી-વેદબાહુ-ઉર્ધ્વ-હિરણ્ય રોમા-પર્જન્ય-સત્ય નામા અને સ્વધામ હતા. અભૂતરજ, દેવશ્વમેઘ, વૈકુંઠ અને અમૃત આ ચાર દેવોના ગણ કહેવામાં આવે છે. આ ગણોમાં ચૌદ સુર હતા. એમના પ્રતાપવાન વિભુ ઇન્દ્ર થયા હતા. એમનો શત્રુ શાંતાસુર થયો હતો અને આ દૈત્યને હંસરૃપધારી ભગવાન વિષ્ણુએ નષ્ટ કર્યો હતો.

★ હવે અમે ચાક્ષુષ મન્વંતરના વિષયમાં બતાવીએ છીએ. ચાક્ષુસ મનુમાં પુત્ર ઉરુ પૂરુ-મહાબલ-શતદ્યુમ્ન-તપસ્વી - સત્યાબાહુ- કૃતિ -અગ્નિવિષ્ણુ અતિરાત્ર સુદ્યુમન તથા નય થયા હતા. એમાં જ હવિષ્માન- સુતનુ, શ્રીમાન-સ્વધામા-વિરજ-અભિમાન-સહિષ્ણુ અને મધુ શ્રી, ઋષિ ગણ બતાવવામાં આવ્યા છે. આ બધા ઋષિગણ, પૂર્વવર્તી પરંપરામાં આવે છે.

★ આમાં આર્યા, પ્રસૂતા, ભાવ્ય, લેખા અને પૃથુક આ દેવોના પાંચ ગણ કહેવામાં આવ્યા છે. એમના મનોજવ ઇન્દ્ર હતા, અને ઇન્દ્રના શત્રુ મહાભુજ, મહાકાળ થયા હતા. ભગવાન હરિએ એનો વધ લોકોના ધારણ કરવાવાળા અશ્વનું સ્વરૃપ ધારણ કરીન કર્યો હતો.
હવે વૈવસ્વત મન્વંતરને બતાવવામાં આવે છે. વૈવસ્વત મનુના પુત્ર સવ વિષ્ણુ પરાયણ થયા હતા. એમના નામ આ છે, ઇક્ષ્વાકુ, નાભાખ્ય વિષ્ટિસર્જાતિ હવિષ્યંત, પાશુનભ, નેદિષ્ટ, કુરૂપ, પ્રદ્યુમ્ન. અત્રિ, વસિષ્ઠ, ભગવાન, જામદગ્નિ (પરશુરામ) કશ્યપ, ગૌતમ, ભારદ્વાજ અને વિશ્વામિત્ર તે એ મન્વંતરના સાત ઋષિ છે. આ ક્રમમાં ચાલીસ મરુદ્ગણ કહેવામાં આવ્યા છે અને આદિત્ય, વસુ અને સાધ્ય આ ત્રણ દ્વાદશક ગણ હતા તથા એકાદશ રુદ્ર થયા હતા અને અષ્ટ વસુ હતા. અશ્વિનીકુમાર પણ બતાવવામાં આવ્યા છે તથા દશ વિશ્વ દેવતાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.

★ દસ અંગિરસ દેવ છે તથા નવ દેવગણ છે. એનામાં તેજસ્વી નામવાળા ઇન્દ્ર થયા હતા અને એમનો શત્રુ હિરણ્યાક્ષ દૈત્ય હતો. એ દૈત્યનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને વધ કર્યો હતો. હવે આપણે સાવર્ણ્ય ભવિષ્ય મનુના વિષયમાં બતાવીશું. સાવર્ણ્ય મનુના પુત્ર વિષય, અર્વવીર નિદેહ, સત્ય, વાક્ કૃતિ ગરિષ્ઠ વાચ અને સંગતિ હતા. અશ્વત્થામા, કૃપ, વ્યાસ, માલવ, દીપ્તિમાન, ઋષ્યભ, ઋંગ, રામ હતા. એ મન્વંતરના સાત ઋષિ છે. સુતપા, અમૃતાભા અને મુખ્યા આ એ દેવોના ગણ છે, જે પોતાની શક્તિમાં પૂરા છે. આમનો ઇંદ્ર વિરોચનનો પુત્ર બલિ થયો જેણે ભૂમિના ત્રણ પગની યાચના કરવાવાળા વામન રૃપધારી વિષ્ણુને બધું જ આપીને, ઋદ્ધ ઇન્દ્ર પદનો ત્યાગ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.

★ હવે આના અંતર વારુણિ, દક્ષ સાવર્ણિ નવમના પુત્રોને સાંભળો. આ બધા ધૃષ્ટિ કેતુ, દીપ્તિ કેતુ, પંચ હસ્ત, નિરાકૃતિ, પૃથુ શ્રવા, વૃહદ્દ્યુમ્ન, ઋચીક, વૃહતો ગુણ, મેઘાતિથિ, દ્યુતિ, સબલ અને વાસુ હતા. એમની સાથે જ્યોતિષ્માન્-હવ્ય-વિભુ અને ઈશ્વર આ ઋષિગણ થયા હતા. એમાં મરીચિ, ગર્ભ અને સ્વધર્મા આ ત્રણ મુખ્ય હતા. આમાં દેવોનો શત્રુ કાલક સંજ્ઞાવાળો છે. એનું હનન કરવાવાળા પદ્મનાથ થયા છે.

★ દશમ મનુ પુત્રોના નામ છે - સુક્ષેત્ર, ઉત્તમૌજા, ભરિર્સણ્ય, વીર્યવાન, શતાનીક, નિરમિત્ર, વૃષસેન, જયદ્રથ, ભૂરિદ્યુમન અને સુવર્ચા. આમનો ઇન્દ્ર શાંતિ નામધારી હતો. અયોમૂર્તિ, હવિષ્માન, સુકત, અવ્યય, નાભાગ, અપ્રતિમ અને સૌરંભ આ મન્વંતરના ઋષિગણ હતા.

★ હવે હું અગિયારમા મનુના પુત્રને બતાવું છું- સર્વત્રગ, સુશર્મા, દેદ્વાનીય, પુરુ, ગુરુ-ક્ષત્ર વર્ણ, ઇઢષુ, આર્દ્રક છે. હવિષ્યમાન, હવિષ્ય, વરુણ, વિશ્વ, બિસ્તર, વિષ્ણુ અને અગ્નિતેજા આ સાત ઋષિ છે. વિહંગમ, કામગમ, નિર્માણ, રુચિ અને એકૈક રુચિ એમના ગણ છે. વૃષિ ઇન્દ્ર છે, દશગ્રીવ એનો શત્રુ છે. આ રીતે આમની વિશાળ પરંપરા છે.

★ હવે દક્ષ પુત્ર મનુના બાર પુત્રોનું શ્રવણ કરો- એમના નામ છે દેવવાન્, ઉપદેવ, દેવ, શ્રેષ્ઠ, બિઠૂરથ, મિત્રવાહ, મિત્રદેવ, મિત્રવિન્દુ, વીર્યવાન, મિત્રવાહ, પ્રવાહ આ બધા દક્ષપુત્ર મનુના પુત્ર છે. તપસ્વી, સુતપા, તપોભૂર્તિ, તપોરતિ, તપીઘૃત, દ્યુત અને અન્ય આ તપોધન સાત ઋઋષિ છે. સ્વધર્મા, સુતપા, હરિત, રોહિત તથા સુરારિ આ ગણ છે અને પ્રત્યેકની પાસે દક્ષ ગણ છે. ઋતધામા ભદ્ર ઇન્દ્ર છે અને એમની પાસે શત્રુતારક નામવાળો દૈત્ય છે. શંકર હરિ ભગવાને કાર્તિકેય થઈને એનું હનન કર્યું.

★ હવે તેરમા રોચ્ય મનુના પુત્રને જાણી લો. હું એમને અહીંયા બતાવું છું. એમના નામ ચિત્રસેન, વિચિત્ર, તપોધર્મ રત, ધૃતિ, સુનેત્ર ક્ષેત્ર વૃતિ છે. ધર્મપ, દૃઢ, ધૃતિમાન્, અવ્યય, નિશારૃપ, નિરુત્સુક નિર્માણ અને તત્ત્વદર્શી આ સાત ઋષિ બતાવવામાં આવ્યા છે. સ્વરોમાણ, સ્વર્ણમાણ, સ્વકર્મ્મણ દેવ ગણ છે. એમના તેંત્રીસ વિભેદ છે જે કે ત્યાં પર દેવોના ગણ હોય છે. એમના આરાધ્ય દેવસ્પતિ ઇન્દ્ર છે. એ ઇંદ્રના શત્રુ ઇષ્ઠિમ નામનો દાનવ છે. આ દાનવનું અમે માધવ મયૂરનું સ્વરૃપ ધારણ કરીને હનન કરીશું.

★ ચતુર્દશ મનુના પુત્રોના નામ આ છે- ઉરુ, ગભ્ભીર, ધૃષ્ટ, તપસ્વી, ગ્રાહ, અભિમાન, પ્રવીર, જિષ્ણુ, સ્કંદન, તેજસ્વી, દુર્લભ, અગ્નિઘ્ર, અગ્નીબાહુ તથા માગધ, શુચિ, ્ર્જિત, મુક્ત અને શુક્ર તપોરવિ અને શ્રુત આ ચૌદમા મનુના સાત ઋષિ છે. ચાક્ષુસ કર્મનિષ્ઠ, પવિત્ર, ભ્રાંતિન અને બાચા આ પાંચ દેવોના ગણ છે જે કે સ્થાપક બતાવવામાં આવ્યા છે. એ દેવતાઓના ઇન્દ્રનું નામ શુચિ છે. એનો શત્રુ મહાદૈત્ય છે જેના હનન કરવાવાળા ખુદ ભગવાન હરિ એક જ દેવ છે. તે જ ચાર રૃપથી વિદ્યમાન છે. વ્યાસના રુપવાળા વિષ્ણુએ ફરી સમસ્ત પુરાણોની રચના કરી છે. અઢાર પુરાણ, ચાર વેદ, એ વેદોના છ અંગ શાસ્ત્ર મીમાંસા, ન્યાય શાસ્ત્રનો વિસ્તાર, પુરાણ, ધર્મ શાસ્ત્ર, આયુર્વેદ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, ગાંધર્વ વેદ આ જ બધી અઢાર વિદ્યાઓ કહેવામાં આવે છે.


Thank you...

Admin:- indiangodhistry

You Might Also Like

0 Comments

Any dought, so please comment now...