ગરુડ પુરાણ કથા અધ્યાય-૫ ભાગ-૨

  • February 27, 2021
  • By Jaydip Morichauhan
  • 0 Comments

 


★ જે જ્ઞાનપૂર્વક કર્મ થાય છે તે નિવૃત્તિપરક થાય છે અને જે યુક્તિ તેમજ દેવ પરક કર્મ હોય છે એ જ પ્રવૃત્તિ કર્મ કહેવામાં આવે છે.

★ સત ક્રિયાવાળા બ્રાહ્મણોનું પાલન ન્યાય કહેવામાં આવ્યું છે. સંગ્રામોમાં પલાયન ન કરવાવાળા પ્રાણીઓને ઇન્દ્રનું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના ધર્મનું અનુવર્તન કરવાવાળા વૈશ્યોને મારુત સ્થાન હોય છે. પરિચર્યામાં હંમેશાં સંલગ્ન રહેવાવાળા શૂદ્રોને ગાંધર્વ સ્થાન બતાવવામાં આવ્યું છે. એની આગળ હું અન્ય સ્થાનોના વિષયમાં બતાવું છું.

★ સપ્તઋષિઓનું સ્થાન વનમાં રહેવાવાળા યાત્રિઓનું સ્થાન હોય છે,જે યત્ચિત થાય છે અને ન્યાય કરવાવાળા તથા ઉર્ધ્વરેતા હોય છે, તે આનંદ બ્રહ્મ સ્થાન છે જ્યાંથી ફરી મુનિ પુનરાવર્તિત થયા નથી કરતાં. યોગીઓના વ્યોમ સંજ્ઞાયુક્ત પરમાક્ષર અમૃત સ્થાન હોય છે. તે આનંદમય તથા પરમ સ્થાન છે જ્યાંથી ફરી માનવનું કોઈ પણ રૃપમાં પુનરાવર્તન આ સંસારમાં નથી થતું.

★ આઠ અંગોના વિશેષ જ્ઞાનથી મુક્તિ થયા કરે છે. એને હું સંક્ષેપમાં બતાવું છું. એને સાંભળો. અહીંસા વગેરે પાંચ યમ હોય છે. પ્રાણીઓની કાયિક (શારીરિક), વાચિક તેમજ માનસિક હિંસાનું ન કરવું જ અહિંસા કહેવામાં આવે છે. ભૂતોનું હિત કરવાવાળા ભાવ જ સત્ય હોય છે. બીજાની વસ્તુને ન ગ્રહણ કરવી અસ્તેય છે. મૈથુન ન કરવું બ્રહ્મચર્ય હોય છે. સમસ્ત વસ્તુઓનો પરિગ્રહ ન કરવો જ ત્યાગ છે. સત્ય વગેરે પાંચ નિયમ હોય છે. બાહ્ય અને આભ્યંતરના ભેદ બે પ્રકારથી હોય છે. વિચાર સત્ય તેમજ સંતોષ છે. તપશ્ચર્યા- ઇન્દ્રિયોનો નિગ્રહ છે-સ્વાધ્યાય મંત્રોનો જાપ છે-પ્રાણાયામ હરિનું ભજન છે- પદ્મ વગેરે આસન છે-વાયુ પર વિજય પ્રાપ્ત કરી લેવો જ પ્રાણાયામ હોય છે. મંત્રના ધ્યાનથી જે સંપન્ન થાય છે તે પરમ કહેવામાં આવે છે. આ પ્રકારથી તે બે તેમજ ત્રણ પ્રકારના હોય છે. પૂરણ કરવાથી તે પૂરક થાય છે. નિશ્ચલ થવાથી કુંભક અને રેચનથી રેચક કહેવામાં આવે છે.

★ બાર માત્રાઓવાળા લઘુ પ્રાણાયામ હોય છે અને ચોવીસ માત્રાઓવાળા દીર્ઘ પ્રાણાયામ હોય છે તથા છત્રીસ માત્રાઓથી યુક્ત પરમ શ્રેષ્ઠ પ્રાણાયામ હોય છે. પ્રાણ રોકવાને જ પ્રત્યાહાર કહે છે. બ્રહ્માત્મ ચિંતન કરવાને ધ્યાન કહે છે. મનની વૃત્તિને જ ધારણા કહેવામાં આવે છે. ''હું જ બ્રહ્મ છું''- આ પ્રકારની જે અંતઃસ્થિતિ કરી લે છે તે બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે, એને જ સમાધિ કહેવામાં આવે છે. હું આત્મા છું, બ્રહ્મ પર છે અને તે સત્ય તેમજ જ્ઞાન સ્વરૃપ તથા અનંત છે. બ્રહ્માનું વિજ્ઞાન જ આનંદમય છે અને તે ફક્ત તત્ત્વમસિ છે.

★ હું બ્રહ્મ છું. હું શરીર વગરનો અને ઇન્દ્રિયોથી રહિત છું. હું મન, બુદ્ધઇ, અહંકાર વગેરેથી શૂન્ય છું અને જાગૃત, સુષુપ્તિ વગેરેથી યુક્ત એનું જ જ્યોતિસ્વરૃપ છું. હું શુદ્ધ, બુદ્ધિ, યુક્ત, સત્ય તેમજ આનંદ રૃપને પ્રાપ્ત સાધનાનો ચરમ છું અને આ રૃપમાં હું આત્મ સ્વરૃપ અદ્વિતીય છું. આ જે આદિત્ય પુરુષ છે તે હું જ અખંડિત છું. આ પ્રકારથી સ્વયંને ધ્યાન કરવાવાળા બ્રાહ્મણ આ સંસાર મહાબંધનથી વિમુક્ત થઈ જાય છે.

★ એના પછી ચૌદ મનુઓના વિષયમાં પૂછવા પર હરિએ કહ્યું-હવે અમે ચૌદ મનુઓના વિષયમાં બતાવીએ છીએ અને એમના સુત શુક વગેરેને બતાવી છીએ. પહેલા સ્વાયંભુબ મનુ થયા હતા તથા અગ્નિ ધાદિ એમના પુત્ર થયા હતા. મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ઋતુ અને મહાન તેજવાળા વશિષ્ઠ આ સાત ઋષિવૃંદ બતાવવામાં આવ્યા છે. જ્યાખ્ય, અભિતાખ્યઃ શુક્ર તથા યામ અને દ્વાદશગણ આ બધાને સોમપાયી કહેવામાં આવે છે. આમના શત્રુ વિશ્વભુક, વામ દેવેન્દ્ર, વાષ્કલિ થયા હતા. તે દૈત્ય ભગવાન વિષ્ણુ દ્વારા ચક્રથી માર્યા ગયા હતા. એના અનંતર સ્વરોચિષ મનુ થયા હતા. એમના પુત્ર મંડલેશ્વર ચૈત્રક, વિનત, વિદ્યુત રવિ વૃહદગુણ અને મહાન બળ તેમજ પરાક્રમવાળા હતા. ઊર્જ, સ્તંબ, પ્રાણ, ઋષભ, નિચલ, દગંભોલિ અને અર્વવીર આ સાત ઋષિ બતાવવામાં આવ્યા છે. બાર તુષિત કહેવામાં આવ્યા છે અને પારાવત બતાવવામાં આવ્યા છે. આ રીતથી આ ગણના પૂરી થાય છે.

દેવોના ઇન્દ્ર વિપશ્ચિત હતો અને એનો શત્રુ પુરુકૃત્સર હતો. ભગવાન મધુસૂદને હાથીના રૃપે એને માર્યો હતો. ઔત્તમ મનુના પુત્ર ઓજ, પરશુ, વિનીત, સુકૃત, સુમિત્ર, સુવલ, શુચિ, દેવ દેવાવૃધ તથા મહોત્સા મુખ્ય રુદ્ર હતા. એ મન્વંતરમાં રથોજા, ઊર્ધ્વબાહુ, શરણ, અન્ચ, મુનિ, સુલપા અને શક્ર આ સપ્તર્ષિ બતાવવામાં આવ્યા છે. વશવર્તિ-સ્વધામાન-શિવ-સત્ય અને પ્રતર્દન આ પાંચ દેવગણ બતાવવામાં આવ્યા છે, તે બધા બાર હતા. 

★ એક સ્વશાંતિ નામે ઇન્દ્ર હતા અને એના શુક્ર પ્રલંબ નામધારી દાનવ હતો. એ દાનવને મત્સ્યનું સ્વરૃપ ધારણ કરવાવાળા હરિ વિષ્ણુએ નષ્ટ કર્યા હતા. વામસ નામના મનુના પુત્ર જાનુર્જય, નિર્ણય, નવ-ખ્યાતિ, નૃપ-દ્રિયભૃત્વ વિનિક્ષિપ હવુકકંધિ, પ્રસ્તલા, કૃતબંધુ કત હતા અને જ્યોતિધાયા, ધુષ્ટ, કાવ્ય, ચૈત્ર, શ્વૈતાગ્નિ, હેમક આ સાત મુનિ બતાવવામાં આવ્યા છે. સુરાગા અને સ્વધિગ હરિ હતા તથા દેવતાઓના ચાર પાંચ વંશક ગુણ થયા હતા. એમનું સ્થાન પ્રમુખ હતું.

★ એમનો ઇન્દ્ર શિવિ અને એમનો શત્રુ ભીમરથ કહેવામાં આવ્યો છે. ભગવાન હરિએ કૂર્માવતાર ધારણ કરીને ભીમરથ અસુરનો વધ કર્યો હતો. રૈવત મનુના પુત્ર, મહાપ્રાણ સાધક-વન બન્ધુ-નિરમિત્ર, પ્રત્યંગ, પરાહા, શુચિ દૃઢવ્રત અને કેતુ શૃંગ થયા હતા.


TO be continue...


Thank you...

Admin:- indiangodhistry


You Might Also Like

0 Comments

Any dought, so please comment now...