ગરુડપુરાણ કથા અધ્યાય-૭


 ★ ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું-હે પ્રભુ! હવે તમે મને પ્રેત યોનિમાં રહેવાવાળાઓની મુક્તિનો ઉપાય બતાવો. મને પ્રેતોનું સ્વરૃપ અને એમની ચરિત્રાગત વિશેષતાઓ બતાવવાની કૃપા કરો. આ સાંભળીને શ્રી ભગવાને કહ્યું કે હે ગરુડ! હું હવે તને પ્રતેના સ્વરૃપ અને એના ચિહ્નોના વિષયમાં બતાવું છું.

★  પ્રેતોની દેહ એક પ્રકારથી વાયુની સમાન હોય છે અને કોઈને દેખાઈ નથી દેતી. પ્રેત ભૂખ-તરસથી પીડિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે, પોતાના બંધુ-બાંધવોની પાસે જાય છે અને ક્યારેક-ક્યારેક એમનું મુખ વિકૃત થઈ જાય છે. મનુષ્યના સ્વપ્ના જોવાની અનેક સ્થિતિઓ હોય છે. પરંતુ એ સપનાઓથી એમના વિશેષ ભૂત અને ભાવી સ્વરૃપને જાણી શકાય છે. જે વ્યક્તિ સૂતા પોતાને ઝંજીરોમાં બંધાયેલો જુએ છે અને સ્વપ્નમાં અન્નની યાચના કરે છે એને પ્રેત દુખી કરે છે.

★ જે સવ્પનમાં બળદ પર સવારી કરે છે અથવા ખુદને આકાશમાં ઉછળતો અનુભવ કરે છે અથવા પોતાની સ્ત્રી અને બંધુઓથી મૃત્યુ રૃપમાં નજરે પડે છે એને પણ પ્રેત ખૂબ જ તંગ કરે છે. ક્યારેક-ક્યારેક પ્રેતના દોષોને કારણે જ મનુષ્ય દુઃખી થઈને પાણીની યાચના કરે છે. જ્યારે આવા સ્વપ્ન દેખાય તથા ઘરથી નિકળવાવાળા પુત્ર અને પશુ નજરે પડે તો સમજી લેવું જોઈએ કે પ્રેત દોષ લાગ્યો છે.

★ હે ગરુડ! કોઈ વેતને જાણવાવાળા પૂરા વિદ્વાનનો ત્યાગ કરીને પ્રેત મુક્તિનો ઉપાય નથી હોતો. પરંતુ વેદજ્ઞાતાને તર્પણ કરતાં-કરતાં પ્રેતના દોષથી મુક્તિ થઈ જાય છે કેમ કે દાન અને તર્પણથી ભટકતું પ્રેત પણ તૃપ્તિને પ્રાપ્ત થાય છે. જે પ્રેત તૃપ્ત થાય છે તે પોતાના બંધુ-બાંધવોને કષ્ટ નથી આપતા જ્યારે એના વિપરીત અતૃપ્ત પ્રેત કષ્ટ આપે છે.

★ હે ગરુડ! તૃપ્ત પ્રેત પોતાના કુળવાળાઓને સુખ-સુવિધા આપે છે. જે વ્યક્તિ પ્રેતના દો,ોને જાણીને એના નિવારણનો ઉપાય નથી કરતો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. પ્રેત પણ ક્યારેક-ક્યારેક પોતાની દુર્ગતિનો અનુભવ કરાવી દે છે.

★ ક્યારેક-ક્યારેક મનુષ્ય પ્રેતથી શાપયુક્ત થઈ જાય છે અને પછી દરિદ્રતાને પ્રાપ્ત થાય છે. આવા પ્રેત યમલોકમાં પહોંચીને કર્મોનો ક્ષય કર્યા કરે છે.

★ આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે ક્યારેક-ક્યારેક ન તો કોઈ નામ અને ગોત્ર હોય છે અને ન સ્વપ્નમાં પ્રેતની કોઈ ચેષ્ટા નજરે પડે છે., ના પ્રેતના દર્શન થાય છે.. છતાં આવી દશામાં શું કરવું જોઈએ?કેમ કે પ્રેત ન દેખાવા પર પણ જ્યોતિષી એમની સત્તાની વાત કરે છે. આ સાંભળીને ભગવાને કહ્યું કે એમની વાત સત્ય હોય છે. મનુષ્યને જોઈએકે ભક્તિપૂર્વક જપ અને હવન કરીને પોતાના શરીરને શુદ્ધ કરતો રહે. આવું કરવાથી પ્રેત-દોષ નથી લાગતો. જો કોઈ મનુષ્યને ભૂત-પ્રેત અને પિશાચ નથી સતાવતા તો પણ પોતાની સામાન્ય બાધાને દૂર કરવા માટે એણે જપ કરવા જોઈએ. એણે એ સમજવું જોઈએ કે એના પિતૃગણ એના જપથી ખુશ થશે.

★ મનુષ્યને જોઈએ કે તે ગાયત્રી જાપ કરે. એનાથી તે ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે. આ વિશ્વમાં માતા-પિતા સમાન કોઈ દેવતા નથી. તેઓ પ્રત્યક્ષ દેવતા છે કેમ કે એમના દ્વારા જ પ્રાણી શરીર ધારણ કરે છે. આથી એમના હિતોની રક્ષા અવશ્ય કરવી જોઈએ. ગુરુ પણ પ્રત્યક્ષ દેવતા છે. તેથી ગુરુના માટે પણ જપ કરવા જોઈએ.

★ મનુષ્યનું શરીર જ સ્વર્ગ-નરક અથવા મોક્ષ પ્રદાન કરવાવાળું છે. આ શરીર પૂજા પણ કરે છે અને પૂજાના યોગ્ય પણ થાય છે. આ શરીરથી મહાન કર્મ કરતાં કરતા મનુષ્ય લોક પૂજા માટે યોગ્ય થાય છે. જે વ્યક્તિ પોતાના પિતૃગણોના લાભ માટે તપ અને દાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. વિદ્વાન લોકો કહે છે કે પુન્નામ વાળા નરકથી પુત્રને જોઈએ કે તે પિતાનું તાર્ણ કરે ત્યારે તે પ્રેત વિદ્વાનોને નથી જોતા.

ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે પ્રેત અસ્તિત્વમાં કેવી રીતે આવે છે અને એમનું શં ભોજન હોય છે. ભગવાને આનો જવાબ આપતા કહ્યું કે પાપ કરવાવાળા વ્યક્તિ પોતાના પૂર્વ જન્મોને કારણે જ પ્રેત થયા કરે છે. જે લોકો કોઈ બાવડી, કૂવા અથવા તળાવ કે આરામ (બગીચો) અથવા કોઈ દેવસ્થાનની સાથે લાગેલા સુંદર ફળોથી યુક્ત બગીચાને કે ભોજનશાળાને કે પાણી પીવાવાળા સ્થાનને કે ધર્મના સ્થાનને નષ્ટ ભ્રષ્ટ કરી દે છે તેઓ મરીને પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે.

To be continue...


Thank you...

Admin:-indiangodhistry

You Might Also Like

0 Comments

Any dought, so please comment now...