ગરુડ પુરાણ કથા અધ્યાય-૨

  • February 26, 2021
  • By Jaydip Morichauhan
  • 0 Comments

  


★ ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમ લોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું હે ભગવન! યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે? ત્યાં જીવ પાપ કરવાથી એનામાં કેવી રીતે જાય છે? તમે મને બતાવવાની કૃપા કરો! નારાયણ ભગવાને કહ્યું-હે ગરુડ! યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. મારા ભક્ત હોવા છતાં પણ એને સાંભળીને તમે ધ્રૂજી જશો. એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી, જ્યાં જીવ વિશ્રામ લઈ શકે અને ના તો ત્યાં અન્ન વગેરે છે, જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે. ના તો ત્યાં કોઈ જળ નજરે પડે છે, જેનાથી અતિ તરસ્યો પ્રાણી પાણી પી શકે. તે તરસ્યો જ રહે છે,

 હે ખગરાજ! એ લોકમાં બારેય સૂર્ય એવા તપે છે, જાણે પ્રલયના અંતમાં અગ્નિ રૃપમાં તપે છે. ત્યાં ઠંડક અને હવાથી જીવ અત્યંત પીડિત થાય છે. ક્યાંક તેને મોટા-મોટા ઝેરી સાપોથી કરડાવવામાં આવે છે, ક્યાંક-ક્યાંક કાંટાઓથી બંધાવવામાં આવે છે અને ક્યાંક-ક્યાંક ઘોર સિંહ, વાઘ અને કુતરાઓથી ખવડાવવામાં આવે છે. ક્યાંક વિંછીઓથી કરડાવવામાં આવે છે અને ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે. 

★ એના પછી વિશાળ એક અસિપત્ર-વન છે, જેનો વિસ્તાર બે હજાર યોજનનો છે, તે વન કાગડાઓ, ગીધ, ઉલ્લુ અને મધની માખીઓથી ભરેલું હોય છે અને વનના ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ રહે છે. જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિની ગરમીથી તે જીવ વૃક્ષની નીચે જાય છે, ત્યારે તલવારની સમાન તેજ એ વૃક્ષોના પાંદડાઓથી એનું શરીર છિન્ન-ભિન્ન થઈ જાય છે. ક્યાંક અંધારા કૂવામાં ફેંકવામાં આવે છે, ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે, ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક-ક્યાંક ખીલ્લાઓ પર ચલાવવામાં આવેછે. ક્યાંક તે અંધકારયુક્ત ગુફાઓમાં, ક્યાંક જળમાં, ક્યાંક જોંકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કરડાવવામાં આવે છે. ક્યાંક સળગતી કીચમાં ફેંકવામાં આવે છે. ક્યાંક સળગતા બાલૂમાં ચલાવવામાં આવે છે. ક્યાંક તાંબાની સમાન સળગતી પૃથ્વી પર અને ક્યાંક અંગાર-સમૂહમાં ઝોંકવામાં આવેછે, ક્યાંક ધૂમાડાથી ભરેલા માર્ગથી ચલાવવામાં આવે છે. ક્યાંક આગની વર્ષા પર, ક્યાંક પથ્થરના ટુકડાંનો વરસાદ, ક્યાંક ખારા કીચડની વરસાદ થાય છે, ક્યાંક મોટી ઘોર ગુફાઓ હોય છે, ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે. 

 આ રીતે તે જીવ સતત પીડા સહન કરે છે અને એનું રૃપ એવું થઈ જાય છે, જાણે ચારે તરફ વિશાળકાય ખૂબ જ ઊંડો અંધકાર છે અને ક્યાંક કષ્ટથી ચઢવા યોગ્ય શીલાઓ હોય છે. એની સાથે ક્યાંક પીપ તથા લોહીથી ભરેલા, ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ છે (જેમાં રહેવું પડે છે). મધ્ય માર્ગમાં એક વૈતરણી નામની વિશાળ નદી છે, જે જોવા માત્રથી ભય આપવાવાળી છે, જેની વાર્તા સાંભળવાથી રોમાંચ થઈ જાય છે. તે નદીના એક સો યોજના પહોળી છે.

★ જેમાં પીબ-લોહી ભરેલું હોય છે અને જેના કિનારા હાડકાઓથી બનેલા હોય છે. જેમાં લોહી, માંસ અને પીબના કીચડ ભરેલા હોય છે,જે મોટી ઊંડી છે તથા મોટા દુઃખથી પાર થવા યોગ્ય છે અને જે મોટા-મોટા ઘડિયાળોથી પૂર્ણ છે. એમાં માંસ ખાવાવાળા સેંકડો પ્રકારના પક્ષીઓનો નિવાસ છે. આ નદી પાપીઓ માટે કઠોરતાથી પાર થવાવાળી છે.

★ હે ગરુડ! જેમ આગની જ્વાળાથી ઉકળીને કડાઈમાં ઘી ઉકલે છે, એવી જ પ્રકારે પાપીને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાલા કીડાઓથી યુક્ત છે. વજ્રની સમાન ચાંચવાળા ગિધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે અને ભાજ્ય, ઘડિયાલ, મગર, ઝોંક, કાચબા અને માંસ-ભક્ષક જળચરોથી પણ તે ભરેલી છે. 

★ એ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ ભયાનક રૃપથી રોવે છે-હે ભાઈ! હે પુત્ર! હે પિતા! વગેરે શબ્દ વારંવાર બોલે છે. જ્યારે તે પાપી જીવ ભૂખ-તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ પીવા અને ખાવા માટે મળે છે. તે નદી રક્તપૂર્ણ તથા ફેણથી યુક્ત છે. મહા ઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્ચ્છિત થઈ જાયછે. એમાં અનેક પ્રકારના સાપ અને વિંછી ભરેલા છે. એમાં પડેલા પ્રાણીની રક્ષા કરવાવાળું કોઈ નથી રહેતું. તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભંવરોમાં પડીને નીચે પાતાળે જાય છે. પછી ક્ષણમાં ઉપર આવી જાય છે. આ રીતે તે સર્વદા ચલાયમાન રહે છે.

 હે ગરુડ! પાપી જીવોના પતન માટે આ નદી બનાવવામાં આવી છે. આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદીનો આર-પાર ક્યાંય નજરે નથી પડતો. આ પ્રકારે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો-ભોગવતો, રોતો-બૂમો પાડતો-પાડતો પ્રાણી યમલોક આવી જાય છે. કોઈને ફાંસીમાં બાંધીને, કોઈને અંકુશોમાં ખેંચીને, કોઈને શસ્ત્રોમાં છેદીને યમદૂત પાપીઓને યમલોકમાં લઈ જાય છે.

 આ યમલોક અત્યંત કષ્ટદાયક છે. યમદૂત કોઈને નાકમાં દોરી નાંખીને લઈ જાય છે, કોઈના કાનમાં દોરી નાંખીને કોની કાળ-પાશમાં બાંધીને કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોક લઈ જાય છે. હાથ, ગળા, પગમાં શ્રૃંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તામાં ચાલવા માટે કહે છે. ત્યાં ભયાનક યમદૂત મુદ્ગરથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મ્હોંથી લોહી પાડે છે અને પછી એને ખાય છે. પછી પોતાના કરેલા કર્મોને વિચારે છે તથા ગ્લાનિ કરીને અનેક પ્રકારના દુઃખોને ભોગવીને યમલોક જાય છે. 

 અજ્ઞાની યમમાર્ગમાં જતો-જતો 'હા પુત્ર-હા પૌત્ર' કહીને વિલાપ કરીને દુઃખી થાય છે. તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો છે, એને મેળવીને મેં કોઈ ધર્મ ના કર્યો. ના તો કશું દાન કર્યું, ના અગ્નિમાં હવન કર્યો, તપસ્યા પણ ના કરી અને ના દેવતાઓનું પૂજન કર્યું, ના વિધિપૂર્વક તીર્થોની સેવા કરી, એનાથી જ હે શરીર!પોતાના માટે કરેલા કર્મોના ફળ ભોગવ. ના બ્રાહ્મણોનું પૂજન કર્યું, ના ગંગા સ્નાન કર્યું, ન સાધુઓની સેવા કરી અને ન ક્યારેય પરોપકાર કર્યો. આથી હે દેહિન! પોતાના કર્મોનું ફળ ભોગવો. પશુ-પક્ષીઓ તથા મનુષ્યોના હિત માટે ના નિર્જળ દેશમાં જળાશય બનાવડાવ્યું, ના ગાય બ્રાહ્મણોની જીવિતા માટે કશું દાન કર્યું એનાથી હે આત્મ! પોતાના કરેલા કર્મોને ભોગવ. ના નિત્ય રૃપથી અન્ન-દાન કર્યું. ન ગાયોને ક્યારેય પર્યાપ્ત તૃણ વગેરે આપ્યું છે, ના વેદ-શાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી છે. ના ક્યારેય પુરાણોને સાંભળાય છે અને ના તો ક્યારેય કથાવાચક વ્યાસનું પૂજન કર્યું છે. એનાથી હે દેહ! પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવો. મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન નથી કર્યું, ના પોતાના પતિવ્રત ધર્મ પાલન કર્યો, ના ક્યારેય મોટાઓનો આદર-સત્કાર તથા સેવા કરી, આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ. સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે, એ જાણીને પણ જે સ્ત્રીએ પતિની સેવા નથી કરી, પતિ મરવા પર સતી પણ નથી થઈ, વિધવા હોવા પર તપસ્યા નથી કરી, આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરો. મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી-શરીર મેળવ્યું, એનાથી ના તો માસોપવાસ, ના તો ચંદ્રાયણ વ્રત જ કર્યા અને ના નિયમો દ્વારા એ શરીરને સાર્થક કર્યું. આ પ્રકારે સ્ત્રી-પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા કર્મોનું સ્મરણ કરે છે અને શરીરની યાદ કરીને એના વિષયમાં વિચારે છે ત્યારે આ રીતે યમના માર્ગમાં જાય છે.


To be continued...


Thank you...

Admin:-indiangodhistry

You Might Also Like

0 Comments

Any dought, so please comment now...