ગરુડ પુરાણ કથા અધ્યાય-૧, આગળ
- February 26, 2021
- By Jaydip Morichauhan
- 0 Comments
★ મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એક્ઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા-ખરાબ ફળ ભોગવે છે. બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે. રોગ અને વિપત્તિથી યુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે. યુવાવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા કાળના રૃપમાં એકાએક ભયભીત થાય છે અને એના માથા પર કાળ આવી પહોંચે છે. તે વૃદ્ધાવસ્થાને કારણે રૃપહીન થઈને ઘરમાં મૃતકનુ સમાન રહે છે. તે ગૃહસ્વામી દ્વારા અપમાન-યુક્ત આહારને કુતરાની સમાન ભોજન કરે છે, રોગ અને મંદાગ્નિને કારણે ખોરાક ઓછો થઈ જાય છે, અને ચાલવા-ફરવાની શક્તિ ઘટી જાય છે. તે ચેષ્ટાહની થઈ જાય છે. જ્યારે કફથી સ્વર-નળીઓ રોકાઈ જાય છે, આવાગમનમાં કષ્ટ થાય છે, ખાંસી અને શ્વાસના વેગને કારણે એમના કંઠથી ઘુર-ઘુર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાને કારણે ચારપાઈ પર પડીને વિચારે છે, અને બંધુ વર્ગથી ઘેરાયેલો હોવાને કારણે પ્રાણી મૃત્યુનિ નજીક આવતો રહે છે, બોલાવવાથી પણ નથી બોલતો. આ પ્રકારે હંમેશાં કુટુંબના પાલન-પોષણમાં જેનો આત્મા લાગેલો રહે છે, એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે.
★ હે ગરુડ! મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દૃષ્ટિ થઈ જાય છે. તે સંસારને પ્રભુમય જુએ છે, અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્ત્વ પોતાના સ્થાનથી ચાલે છે, ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પઅ કલ્પની સમાન વીતે છે. સો વિંછીઓના કરડવાથી જે પીડા થાય છે, એવી જ યાતના-વ્યથા શ્વાસોથી નિકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવના મ્હોંથી લાળ અને ઝાગ પડવા લાગે છે. તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નિકળે છે. પ્રાણ નિકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે, જે ક્રોધથી લાલ નેત્રવાળા, ભયાનક મુખ, પાશ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે છે. ઉપર ઉઠેલા કેશવાળાઓની સમાન કાળા, આડા-તેડા મુખવાળા વિશાળ નખરૃપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિતત રહે છે. એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળ-મૂત્રનો ત્યાગ કરવા લાગે છે. આ અવસ્થામાં હાય-હાય કરતો-કરતો જીવ શરીરથી નિકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરને જુએ છે. એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે. એ અંગુષ્ઠમાત્ર શરીરને યાતના રૃપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત આ પ્રકારે લઈ જાય છે, જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે. તે યમદૂત આ પ્રકારે એ જીવને લઈ જઈને માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતાં જાય છે.
★ તેઓ દૂત કહે છે-અરે દુષ્ટાત્મા! તૂં જલદી ચાલ, તારે યમલોક જવાનું છે અને કુંભીપાક વગેરે નરકોનો ઉપભોગ કરવાનો છે. તેથી તૂં મોડું ના કર. યમદૂતોની આવી વાણીને સાંભળતો-સાંભળતો તથા પોતાના બંધુવર્ગોના વિલાપને સાંભળતો-સાંભળતો તે જીવ હાય-હાય કરે છે. યમદૂત અને પ્રતાડના અને કષ્ટ આપે છે. એ યમદૂતોના ધમકાવાથી એનું હૃદય વિદીર્ણ થઈ જાય છે. તે પ્રાણી ભયથી ધ્રૂજે છે અને પોતાના પાપોનું સ્મરણ કરતો-કરતો યમમાર્ગથી જાય છે. યમ માર્ગમાં કુતરોથી કરડાવવામાં આવે છે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે, સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપ્ત બાલૂમાં ચાલવું પડે છે. છાંયડો અને વિશ્રામ-રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે, ત્યારે એ જીવને ચાબૂકથી મારીને યમદૂત ઘસેડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે, મૂર્ચ્છા ખાય છે તથા ફરી ઊઠે છે. આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે. તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં ચમલોકમાં પહોંચાડવામાં આવે છે. તે યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે અને એના પાપોનું ફળ આપે છે.
★ યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાને જોઈને યમરાજની આજ્ઞથી ફરી મનુષ્ય લોકમાં આવે છે. અહીંયા આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઇચ્છા કરે છે, પરંતુ યમદૂત એને પાશમાં બાંધીને રાખે છે. આ કારણે તે ક્ષુધા-તૃષાના દુઃસહ દુઃખને સહન કરીને અને વિકળ થઈને રોવે છે. ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને જ તે જીવ ખાય છે, ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ નથી થતી. એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રદ્ધા અને જલાંજલિથી પાપી રૃપના કારણે તૃપ્તિ નથી થતી. આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન નથી હોતું, તે કલ્પ ભર પ્રેતયોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે. વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી તતો અને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્યનો જન્મ પણ નથી મળતો અને એમને આ યોનિઓમાં ભટકવું પડે છે.
★ હે ગરુડ! એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે. એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પૃષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે, આ પ્રકારે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે. દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર-નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે. પક્ષીઓમાં શ્રેષ્ઠ! પૂર્વ શરીરના બળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને દેહ મળે છે. તે જીવન હાથ ભરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાના શુભ-અશુભ કર્મોને ભોગવે છે.
★ હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે, એને કહું છું. પ્રથમ પિંડના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે. ચોથા દિવસના પિંડથી પીઠ, પાંચમા દિવસના પિંડથી નાભિ ઉત્પન્ન થાય છે. છઠ્ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, ભગ અને માંસના પિંડ વગેરે બને છે. સાતમા દિવસના પિંડથી હાડકા વગેરે બની જાય છે અને આઠમા-નવમા દિવસના બે પિંડોથી જાંઘ અને પગ ઉત્પન્ન થાય છે. દસમા દિવસના પિંડથી એ શરીરમાં ક્ષુધા-તૃષાની ઉત્પત્તિ થાય છે. પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને ભૂખ-તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસના શ્રાદ્ધને બે દિવસમાં ભોજન કરે છે. તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલો આ જીવ બંધાયેલા વાનરની સમાને એકલો સંસારમાં આવે છે.
★ હે ગરુડ! વૈતરણને છોડીને ફક્ત યમલોક ૮૬ હજાર યોજન વિસ્તીર્ણ છે. હવે આ જીવનને પ્રતિ દિવસ ૨૪ કલાકોમાં ક્રમશઃ ૨૪૭ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં ૧૬ ગ્રામ પડે છે. એને લાંઘકર સુધી ધર્મરાજના નગરમાં તે પાપી જીવ પહોંચે છે. એ નગરોના નામ છે- સૌમ્યપુર, સૌરિપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રૌંચ, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદ, નાના ક્રંદપુર, સુતપ્ત ભવન, રૌદ્ર નગર, પર્યાવર્ષણ, શીતાદય, બહુભીતિ. એમની આગળ યમપુર છે. યમના પાશ (બંધન)માં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો-રોતો પોતાના ઘરને છોડીને યમલોક જાય છે.
★ યમલોકમાં જવાવાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો-કરતો પીડિત થતો રહે છે. એની પીડાનો અંત નથી થતો. તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો-કરતો અનેક દુઃખ ભોગવે છે. આના પર પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે. ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે.
Thank you...
Admin:- indiangodhistry
0 Comments
Any dought, so please comment now...