ગરુડ પુરાણ કથા અધ્યાય-૫ ભાગ-૭

  • February 28, 2021
  • By Jaydip Morichauhan
  • 0 Comments


 

★ આ ચાર પુરુષ સ્વભાવ અને કર્મને કારણે જ ચાંડાલ થયા કરે છે. આ તે જે કરેલા ઉપકારને માન્યા નથી કરતા. બીજા તે જે અનાર્ય હોય છે. ત્રીજા તે જેમાં ખૂબ લાંબા સમય સુધી રોષ વિદ્યમાન રહે છે. અને ચોથા તે જે હંમેશાં કુટિલ વૃત્તિવાળા હોય છે. પાંચમા ચાંડાલ તો તે છે જે એ ચાંડાલ જાતિથી સમુત્પન્ન થાય છે. દુષ્ટ બુદ્ધિવાળા સાધારણ શત્રુ પણ આ ભાવનાથી કે તે સામાન્ય શત્રુ આપણું શું બગાડી શકે છે ક્યારે પણ ઉપેક્ષા કરવાના યોગ્ય નથી હોતા. અગ્નીના નાના એવા કણની પણ ઉપેક્ષા નથી કરતો અર્થાત્ એ સામાન્ એવી અગ્નીમાં પણ બધું જ સળગાવીને રાખ બનાવી દેવાની ક્ષમતા વિદ્યમાન રહ્યા કરે છે. 

નવી ઉઠેલી અવસ્થામાં જેનાથી સ્વાભાવિક રૃપથી ક્યારેય અશાંતિ થયા જ નથી કરતી જે પુરુષ શાંતિથી યુક્ત રહે છે તે જ વાસ્તવમાં શાંત પ્રકૃતિ વાળો પુરુષ હોય છે એવો મારો વિચાર છે. જ્યારે ઉંમર ઢળી જાય છે તો સંપૂર્ણ શરીરની ધાતુ ક્ષીણ થઈ જાય છે. એમાં તો બધાને શાંતિ આવી જાય છે. કેમ કે કોઈ પણ પ્રકારની શક્તિ રહ્યા જ નથી કરતી. હે વિપેન્દ્ર! જે રીતે માર્ગોમાં બધાના ચાલવાનો અધિકાર હોય છે એવી જ રીતે શ્રીને ભોગવાનો પણ બધાને હકહોય છે. આ શરીર ધાતુઓના વશમાં રહેવાવાળું અને ચિત્તના અધાન જ થયા કરે છે. જ્યારે ચિત્ત જ નષ્ટ થઈ જાય છે તો સંપૂર્ણ ધાતુઓ પણ નાશને પ્રાપ્ત થાય છે. આ ચિત્તની હંમેશાં રક્ષા કરવી જોઈએ. જ્યારે ચિત્ત સ્વસ્થ રહે છે તો ધાતુઓ પણ શરીરમાં ઉત્પન્ન થઈને સબળ તેમજ સમર્થ થાય છે.

★ સૂતજીએ કહ્યું- દુષ્ટ સ્વભાવની પત્ની અને કુત્સિત મિત્ર તથા ખરાબ રાજા તેમજ કુપુત્ર, ખરાબ કન્યા અને ખરાબ દેશને દૂરથી જ ત્યાગી દેવા જોઈએ.

 હવે વર્તમાન કળિયુગનો પ્રભાવ બતાવે છે- આ યુગ એવો છે કે એમાં ધર્મ તો એવો ચાલ્યો ગયો છે કે ક્યાંય પણ નામ નજરે જ નથી પડતું, તપ પણ આ સમયમાં નષ્ટ થઈ ગયું છે એટલે કે તપસ્યા કોને કહે છે , એ પણ કોઈ નથી જાણતું. સત્ય તો નામ માત્રને પણ કળિયુગમાં ક્યાંય છે જ નહીં. સત્યતા કોઈ વસ્તુ છે એની સત્તા તેમજ મહત્તાને કોઈ નથી જાણતું જ નથી. સમસ્ત ભૂમિનો ભોગ એવો છે કે એમાં જેવી ઉપજ હોવી જોઈએ તે ક્યાંય પણ નથી હોતી. મનુષ્ય બહુધા બધા કપટનો વ્યવહાર રાખવાવાળો છે. જે બ્રાહ્મણ લોકો છે તે ખૂબ જ વધારે બતબના થઈ ગયા છે અર્થાત્ ચંચળતાથી પૂર્ણ છે. કળિયુગમાં મનુષ્ય સ્ત્રીઓના વશમાં રહ્યાં કરે છે. સ્ત્રીઓ વધારે ચંચળ છે. નીચ જાતિના મનુષ્ય ઉન્નતિશીલ થઈ ગયા છે. તેઓ મનુષ્ય પરમ ધન્ય તેમજ ભાગ્યશાળી છે જે પોતાની જીવન લાલી સમાપ્ત કરીને મરી ગયા છે. આ કળિયુગના સમયમાં એ મૃત્યુને પ્રાપ્ત થવાવાળા દેશના ટુકડાઓમાં વહેંચાઈ જવાવાળી ભંગતાને જોઈ રહે છે અને ના કુળોને ક્ષયને જ જુએ છે. 

★ બીજાઓમાં પોતાના ચિત્તને રમાડવાવાળી દારાઓને અને ખરાબ વ્યસનોમાં ફસાયેલા પુત્રોને પણ તેઓ મરી જવાને કારણે નથી જોઈ રહ્યાં. કુપુત્રમાં નિવૃત્તિ નથી હોતી અને જે કુપત્ની છે એમાં રતિ પણ કેવી રીતે થઈ શકે છે? કુમિત્રમાં વિશ્વાસ નથી હોતો અને ખરાબ રાજ્યમાં જીવન કેવી રીતે રહી શકે છે? બીજાનું અન્ન, બીજાનું ધન, બીજાની પથારી, બીજાની સ્ત્રી, બીજાના ઘરમાં નિવાસ આ ઇન્દ્રની પણ શ્રીનું હરણ કરવાવાળા કાર્ય હોય છે. વાતચીતથી, શરીર સ્પર્શથી, સંગતિથી, સાથે ભોજનથી, સાથે શયનથી અને સાતમાં ગાયનથી મનુષ્યોના પાપનું સંક્રમણ થયા કરે છે. સ્ત્રી વધારે રૃપ લાવણ્યના હોવાથી નષ્ટ થઈ ગયા કરે છે, ક્રોધથી તપસ્યાનો નાશ થાય છે, ક્રૂર પ્રચારથી ભાગ અને શૂદ્રના અન્નથી શ્રેષ્ઠ દ્વિજનો નાશ થઈ જાય છે.

 એક જ આસન પર સ્થિત રહેવાથી, એક જ પથારી પર સૂવાથી, એક સાથે જ બેસીને ભોજન કરવાથી પતિના સાહચર્ય થવાથી અર્થાત મળી જવાથી, અધકચરા ઘડાના બીજા ઘટમાં જળ નાખવાની જેમ, એક બીજામાં પાપનું સક્રમણ થયા કરે છે. લાડ-પ્રેમ કરવામાં ઘણા દોષ ઉત્પન્ન થઈ ગયા કરે છે અને તાડવાથી વધારે ગુણ થાય છે. આથી પોતાના શિષ્ય અને પુત્રને સર્વદા તાડવા જ જોઈએ, ફક્ત પ્રેમ ના કરવો જોીએ. દેહધારીઓ માટે વધારે ચાલવું વાર્ધક્ય છે, પર્વતો માટે જળ જ જરા છે અર્થાત્ એમની ક્ષીણતા પહોંચાડવાવાળા હોય છે. નારીઓની સાથે સંભોગ ન કરવો જ એમની વૃદ્ધતાને વધારવાવાળી જરા છે અને વસ્ત્રને આતપમાં રાખવા જરા છે. જે અધમ શ્રેણીના માનવ હોય છે તેઓ હંમેશાં કલહ જ ઇચ્છ્યા કરે છે-મધ્યમ શ્રેણીના પુરુષ સંધિની ઇચ્છા રાખે છે તથા ઉત્તમ કોટિના મનુષ્ય માનના ઇચ્છુંક હોય છે કેમ કે મહાન પુરુષોનું એકમાત્ર ધન માન જ થયા કરે છે.

★ માન જ અર્થનું મૂળ છે કેમ કે મહાન માનની પ્રાપ્તિ માટે અર્થની ઇચ્છા જ થયા કરે છે. જો માન છે તો પછી એના હોવા પર અર્થથી શું પ્રયોજન છે! જેના માનનું દર્દ જ ભ્રષ્ટ થઈ ગયું છે એને ધન અને આયુમાં પણ શું લાભ છે?

To be continue...


Thank you...

Admin:- indiangodhistry

You Might Also Like

0 Comments

Any dought, so please comment now...