ગરુડ પુરાણ કથા અધ્યાય-૫ ભાગ-૬
- February 07, 2021
- By Jaydip Morichauhan
- 0 Comments
★ ભાગ્ય અનુસાર જ પ્રાપ્તિ થયા કરે છે તેથી કોઈના માટે પણ પ્રલાપ કરવો વ્યર્થ છે. પૂર્વના કરમના પળ જ યોગ્ય સમય. પર પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મ તપશ્ચર્યા જ સમય આવવા પર ફળવતી થાય છે. ભાગ્યોદયમાં કુળ, શીલ, વિદ્યા, જ્ઞાન, ગુણ અને બિજ-શુદ્ધિ મદદરૃપ થઈ શખે છે પણ એનું કારણ નથી બની શકતા. જે રીતે ગાયોના સેંકડો સમુદાયમાં વાછરડું પોતાની માતાની પાસે પહોંચી જાય. છે એ જ પ્રકારે પૂર્વ જન્મના કરેલા શુભાશુભ કર્મ પોતાની કર્તા પાસે પહોંચી જાય છે અને તે અનુસાર જ ફળ આપે છે.
★ હે દ્વિજ! જે પુરુષ રાગ અને દ્વેષથી યુક્ત હેોય છે એમને ક્યારેય સુખ પણ પ્રાપ્ત નથી થતું. વિચાર કરીને હું સારી રીતે જોઈ રહ્યો છું કે સુખ વસ્તુતઃ ત્યાં જ પર હોય છે જયાં નિવૃત્તિ હોય છે જ્યાં સ્નેહ હોય છે. દુઃખોનું મૂળ સ્નેહ હોય છે તથી એના સ્નેહના ત્યાગ કરી દેવા પર મહાન સુખ થઈ જાય છે. આ શરીર જ દુ:ખ અને સુખનું આયતન હોય છે. જીવિત અને શરીર જાતિની સાથે જ ઉત્પન્ન થાય છે. બીજાના અધીન કંઈપણ રહેવું દુઃખ હોય છે અને બધાને પોતાના અધીનતામાં રહેવાનું સુખ હોય છે. સંક્ષેપ સ્વરૃપથી સુખ અને દુઃખ એક ચક્રની જેમ પરિવર્તિત થયા કરે છે. અર્થાત્ સુખ પછી દુખ અને દુખ પછી સુખ આવ્યા જ કરે છે. સુખના અનંતર દુઃખ અને દુઃખના અનંતર સુખ આવે છે. ચક્રનું પરિવર્તન પણ આ રીતે નીચેથી ઉપર અને નીચેથી ઉપર થયા કરે છે. જે થઈ ગયું તે અતિક્રાંત છે. જે થવાવાળું છે તે દૂર છે. જે વર્તમાનથી વર્તે છે તે શોકથી બાધિત નથી થતાં.
★ શ્રી સૂતજીએ કહ્યું- આ સંસારમાં કોઈપણ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી. અહીંયા પર તો કામના વશ થઈને જ મિત્ર કે શત્રુ બનાવ્યા કરે છે. શોકથી ત્રાણ કરવાવાળા, ભયથી સુરક્ષાના સંપાદક તથા વિશ્વાસનું પાત્ર મિત્ર આ બે અક્ષરોવાળા ઉત્તમ રત્ન કોઈને સૃજિત કરે છે. જેણે ફક્ત એક જ વાર પરમ પ્રીતિ તેમજ ભક્તિ ભાવથી, 'હરિ' - આ ભગવાનના બે અક્ષરનું પુનીતનામનું ઉચ્ચારણ કર્યું છે, એણે મોક્ષની પ્રાપ્તિને ગમન કરવા માટે પોતાના પરિકરને બદ્ધ કરી લીધા છે. સ્વભાવથી સમુત્પન્ન મિત્રમાં મનુષ્યના જેવો પરમ સંતુષ્ટ વિશ્વાસ હોય છે, એવો જ વિશ્વાસ પોતાની માતા, પત્ની, સહોદર ભાઈ અને પુત્રમાં પણ નથી થયા કરતા.
★ જો સર્વદા પરિત્યાગ બની રહેવાવાળી પ્રીતિને સ્થીર રાખવાની ઇચ્છઆ છે તો ત્યાં પર ત્રણ દોષોનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ, દ્યૂત ક્રીડા કરવી, ધનના લેવા-દેવાનો પ્રયોગ અને પરોક્ષમાં સ્ત્રીઓને જોવી અથવા એમનાથી સંભાષણ કરવાના કામ, પોતાની માતા, બહેન, પુત્રી એમની સાીથે એક આસન પર ક્યારેય નિવાસ ના કરવા જોઈએ કેમ કે ઇન્દ્રિયોનો સમુદાય અત્યંત બળવાન હોય છે અને આ મહાન વિદ્વાનને પણ આકર્ષિત કરી લે છે અર્થાત્ મહાન પાપ કર્મ કરવાની તરફ ખેંચી લીધા કરે છે. પોતાના અધીન રહેવાવાળાઓમાં વિપરીત રતિવાળા કામ નથી થતા. જ્યાં અપાય બંધ દંડ છે એવા જ અનુવર્તન છે.
★ હે શૌનક! એક તો ક્ષણ માત્રનો સમય નથી મળી શકતો, બીજું, એકાંત સ્થળનું મળવું મુશ્કેલ હોય, ત્રીજું, પ્રાર્થના કરવાવાળો પુરુષ ન મળે તો જ સ્ત્રીના સતીત્વની રક્ષા થઈ જાય છે. નહીંતર જો આ ત્રણેય વાતો સુલભ થઈ શકતી હોય તો પછી નારીઓનું સતીત્વ બચી શકવું મહા મુશ્કેલ જ હોય છે. એક પુરુષ તો તે નિત્ય પ્રતિ સેવન કર્યા કરે છે. તો પણ એના ચિત્તમાં અન્ય પુરુષનું સેવન કરવાની રુચી બની રહ્યાં કરે છે.
★ પુરુષોની પ્રાપ્તિ ન થવાથી જ નારી પતિવ્રતા રહ્યાં કરે છે. માતા મદનથી આતુર જે કર્મકલાપોને રહસ્યમાં કર્યા કરે છે, પુત્રને એના પર ચિંતન ના કરવું જોઈએ કેમ કે તે શીલની વિપ્રતિપત્તિ કરવાવાળા હોય છે. નિદ્રા પરાધીન હોય છે. હૃદયના કૃત્યોનું અનુસરણ હંમેશાં એવા હાસ્ય શોકથી પણ રહિત હોય છે. સંસારમાં ગણિકાનું જીવન એવું હોય છે કે એનું શરીર પૈસાને પ્રાપ્ત કરવા માટે હંમેશાં નિરત રહે છે અને વિજ્ઞજનો દ્વારા એના ગળા હંમેશાં વિદારિત રહ્યાં કરે છે. તે ખુબ જ ઉત્કંઠાને સંતૃપ્તની વૃત્તિવાળી અને ઘણાં લોકોની ઇચ્છઆ પૂર્ણ કરવાવાળી માનવામાં આવી છે. અગ્નિ, બળ, સ્ત્રીગણ, સર્પ અને રાજકુળ આ નિત્ય પરોપસેવ્ય અર્થાત્ બીજાઓના સેવાન કરવા યોગ્ય હોય છે અને આ છ સદ્યઃ પ્રાણોને હરણ કરવાવાળા પણ છે. એમાં કઈ એવી આશ્ચર્યની વાત છે કે જો શબ્દ શાસ્ત્રમાં કુશળ પ્રિય પંડિત હોય છે. આ પણ કોઈ વિચિત્ર વાત નથી કે દંડ નીતિમાં કુશળ વિપ્ર ધાર્મિક હોય. એમાં પણ વિચિત્રતા નથી કે રૃપ-લાવણ્યથી સંપન્ન સ્ત્રી સાધ્વી ન રહે અને એ પણ કંઈ અદ્ભુત વાત નથી કે કોઈ નિર્ધન પુરુષ ક્યારેય કોઈ પાપ કર્મ નથી કરતો.
★ વનમાં કોઈ એક વૃક્ષ હોય જે સુગંદ યુક્ત પુષ્પોથી પરિપૂર્ણ હોય તો એ એક સુવૃક્ષથી જ સંપૂર્ણ વન સુવાસિત થઈ જાય છે, જેમ એક સુપુત્રથી સંપૂર્ણ કુળ પ્રખ્યાત થઈ જાય છે. ગુણોથી સંપન્ન એક જ પુત્ર સૌથી શ્રેષ્ઠ ગુણ હીન સેંકટો પુત્રોથી શું લાભ છે જેમ કે એકલા ચંદ્રમા અંધકારને નષ્ટ કરી દે છે પણ તારાગણ સહસ્ત્રાધિક રહીને પણ અંધકારને નષ્ટ કરવાની ક્ષમતા નથી રાખતા. પુત્રનું લાલન પાંચ વર્ષની અવસ્થા સુધી કરવું જોઈએ. એના પછી એને થોડા સારા-ખરાબનું ભાન થઈ જાય છે. છ વર્ષથી દસ-પંદર વર્ષ સુધી દાંટ-ફટકારથી એને સુમાર્ગ પર લાવો. જ્યારે સોળમાં વર્ષમાં પદાર્પણ કરે તો ફરી એની સાથે એક મિત્રની જેમ વ્યવહાર કરો.
★ પુત્ર જ્યારે મોટો થઈ જાય છે, ધનનું હરણ કર્યા કરે છે. જો પુત્ર પિતાની સામે જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પિતાને મહાન વેદના થાય છે, જાણે એના પ્રાણ નિકળી ગયા હોય એમ. એવા પુત્રની સમાન અન્ય કોઈ શત્રુ નથી કે જેના માટે લોકો અત્યંત લાલાયિત રહે છે. કેટલાક વાઘ મૃગના તુલ્ય મુખવાળા હોય છે એના યથાર્થ સ્વરૃપના પરિજ્ઞાન પ્રાપ્ત કરવામાં પદ-પદ પર અવિશ્વાસ થયા કરે છે. ક્ષમા ધારણ કરવાવાળા પુરુષને બધા પ્રકારથી સારા માને છે પરંતુ એનામાં એક જ મોટો ભારે દોષ હોય છે કે ક્ષમાથી યુક્ત પુરુષ હોય છે. એને લોકો શક્તિથી હીન સમજવા લાગે છે. એ જ માનવામાં આવે છે કે સાંસારિક ભોગ ક્ષણભંગુર હોય છે. તો પણ સ્નિગ્ધોમાં વિદગ્ધ પુરુષની વૃદ્ધિ અનાકુળ હોય છે.
★ હે શૌનક! પિતાના મૃત થઈ જવા પર જ્યેષ્ઠ ભાઈ પિતાના જ તુલ્ય હોય છે. તે બધાનું અનુપાલન કરવાવાળો હોય છે અને આથી પિતાના જ તુલ્ય હોય છે. જે પણ એનાથી નાના હોય છે એ બધાની સાથે એનો વ્યવહાર સમાન હોય છે. જે પ્રકારેથી તુલ્ય ઉપભોગ કરવાવાળા અને જીવન વિતાવવાવાળા પુત્રોમાં થયા કરે છે. અત્યંત શક્તિવાળા પણ જો વધારે એકત્ર થઈને એક સમુદાયમાં સંઘટિત થઈ જાય છે, તો મહાન દારુણ શક્તિશાળી થઈ જાય છે. જેમ કે એક-એક તણખલાંથી બનેલી, મોટી દોરડી એટલી મજબુત થઈ જાય છે કે એમાં પછી હાથી જેવા મહાન બળવાન પશુને પણ બાંધી લેવાની શક્તિ થઈ જાય છે. બીજાના ધનનું અપહરણ કરીને જે પરી એનું દાન કર્યા કરે છે એનું દાન આપવાવાળો પુરુષ નરકનો ગામી થાય છે અને હકીકતમાં એ દાનનું દાન એ જ ફળ પણ હોય છે.
★ દેવોત્તર સંપત્તિનું અપહરણ કે વિનાશ કરવાથી બ્રાહ્મણનું ધન અપહરણ કરવાથી અને બ્રાહ્મણોનું અતિક્રમણ કરવાથી કુળોની અકુળતા થઈ જાય છે એટલે કે સમસ્ત કુળોનો નાશ થઈ જાય છે. બ્રાહ્મણનું હનન કરવાવાળા, સુરાના પાન કરવાવાળા, ચોરી કરવાવાળા, અને વ્રતને ભંગ કરવાવાળા પુરુષની સત્પુરુષોની નિષ્કૃતિ એટલે કે પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે પરંતુ જે કૃતઘ્ન હબોય છે એનું કોઈ પણ પ્રાયશ્ચિત નથી થતું. કરેલા ઉપકારને ન માનવાવાળા પુરુષને કૃતઘ્ન કહેવામાં આવે છે. ક્ષુદ્ર અને વૃષલી (અદ્રા)ના સ્વામીના અહીંયા દેવગણ અને પિતરગણ ભોજન નથી કર્યા કરતા. જે પત્ની દ્વારા જીતેલો હોય અર્થા પત્નીનો જ જેના પર પૂૂર્ણ પ્રભાવ હોય અને જેની પત્ની કોઈ ઉપપતિ ઘરમાં રહે છે એને ત્યાં પણ દેવપિતર અસંતુષ્ટ થઈને ભોજન નથી કર્યા કરતા.
Thank you...
Admin:- indiangodhistry
0 Comments
Any dought, so please comment now...