ગરુડ પુરાણ કથા અધ્યા-૬

 

★ ભગવાન નારાયણથી યમ માર્ગ પર વિસ્તારથી વર્ણન સંભળાવ્યા પછી ગરુડજીએ ભગવાનથી કહ્યું કે હે પ્રભુ! પાપ કરવાના અનેક ચિહ્ન હોય છે અને આ મનુષ્ય પાપ કરીને અનેક યોનિઓમાં જાય છે. તમે મને બતાવો કો એમાં શું અવસ્થા હોય છે અને તે કઈ-કઈ યોનિમાં જાય છે.

★ ગરુડથી આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે અનેક પાપી લોકો નરકમાં યાતના ભોગવીન્ અનેક યોનિઓમાં જાય છે અને જે પાપથી એમને જે ચિહ્ન રહે છે તે જ હું તમને બતાવું છું. ક્ષય રોગથી પીડિત વ્યક્તિ બ્રાહ્મણન મારવાવાળો કોઢી થાય છે અને એ ચાંડાલની યોનીમાં જન્મ લે છે. જે વ્યક્તિ કોઈના ગર્ભને નષ્ટ કરે છે અને સ્ત્રીને મારે છે તે મ્લેચ્છ જાતિમાં થાય છે. ગુરુ પત્નીની સાથે યૌન સંબંધ સ્થાપિત કરવાવાળા વ્યક્તિ ચર્મ રોગથી પીડિત થાય છે. માંસ ખાવાવાળા લાલ રંગના હોય છે અને જે બ્રાહ્મણ ખાદ્ય અને અખાદ્ય પદાર્થ ખાય છે એમનું પેટ ખૂબ મોટું હોય છે.

જે વ્યક્ત બિીજાને ખાવાનું નથી આપતો અને પોતાના માટે જ ખાય છે તે ગલગંડ રોગથી પીડિત થાય છે. સફેદ કોડનો રોગી તે હોય છે જે અશુદ્ધ અન્નથી શ્રાદ્ધ કરે છે. મિરગીના રોગથી પીડિત વ્યક્તિ ગુરુના અપમાનના ફળસ્વરૃપ આ કષ્ટ પ્રાપ્ત કરે છે. શાસ્ત્ર અને વેદોની નિંદા કરવાવાળા પીળિયા રોગથી ગ્રસ્ત થઈ જાય છે. જે પ્રાણી ખોટી સાક્ષી આપે છે, કોઈના વિવાહમાં વિઘ્ન પેદા કરે છે, પુસ્તક ચોરે છે તે કાણો અને હોઠ વગરનો કે અંધ થઈ જાય છે. અસત્ય બોલવાવાળા વ્યક્તિ હકલાવાવાળા થઈ જાય છે અને જૂઠ બોલવાવાળા બહેરા. જે વ્યક્તિ રત્ન ચોરે છે તે નીચ કુળમાં ઉત્પન્ન થાય છે અને જે કોઈને ઝેર આપે છે અથવા કોઈના ઘરમાં આગ લગાવે છે અથવા જે રત્ન ચોરે છે, સોનાની ચોરી કરે છે તે ઉન્મત્ત રોગી અને નીચ કુળમાં પેદા થાય છે. શાક અને પત્તા ચોરવાવાળા મોરની યોનિમાં જાય છે. આ રીતે અનેક અપકર્મ કરવાવાળા વ્યક્તિ અનેક યોનિમાં અનેક ચિહ્નોની સાથે જન્મ લે છે.

 હું આના સિવાય અન્ય યોનિઓના વિષયમાં પણ બતાવું છું. જે વ્યક્તિ મધુ (મધ) ચોરે છે અને પાન ફૂલની ચોરી કરે છે, મીઠું ચોરે છે તે ગીધ, કીડી અને વાનરની યોનિ પ્રાપ્ત કરે છે. ઝેર પાન કરીને મરવાવાળા વ્યક્તિ સર્પની યોજનીમાં જન્મ લે છે. જૂતા, તિનકા અને કપાસને ચોરવાવાળા બકરી થાય છે અને જે મનુષ્ય હિંસા કરીને પોતાની જીવિકા ચાવે છે અથવા તીર્થયાત્રિઓને લૂંટે છે તેઓ કસાઈના ઘરમાં બકરો બનીને પેદા થાય છે અને જે હંમેશાં ઉદન્ડ રહેવાવાળા હોય છે એને જંગલના હાથીની યોનિ મળે છે. 

જે બ્રાહ્મણ બલિ આપવાવાળા નીચોનું અન્ન ખાય છે એને વાઘની યોનિ મળે છે અને જે સંધ્યા તથા ગાયત્રીના જપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું રહે છે, જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે એમને બગલાની યોનિ મળે છે. ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે અને જે આમંત્રણ વગર ભોજન કરે છે એમને કાગડાની યોનિ મળે છે.

★ જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા નથી આપતા તો બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા નથી કરતો તે પશુ યોનિને મેળવે છે. ગુરુની સામે વિવાદ અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે. એના સિવાય મિત્રથી દ્રોહ કરવાવાળા બહાડી ગીધ, દગો આપીને ખરીદવાવાળા ઉલ્લૂ, વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે. આશા ભંગ કરવાવાળઆસ ,સ્નેહને ભંગ કરવાવાળા, દ્વેષી, સ્ત્રીને ચોરવાવાળા મોર, દ્વેષવશ સ્ત્ર્રીનો પરિત્યાગ કરવાવાળા ચિરકાળ સુથી ચકલા-ચકલી થાય છે. માતા, પિતા, ગુરુ ભાઈ અને બહેનથી વેર કરવાવાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં નષ્ટ થઈ જાય છે. સાસુને ગાળ આવવાવાળી વહુ, નિત્ય કલહ કરવાવાળી અને પોતાના પતિને ધિક્કારવાવાળી ચીલ (સમડી) થાય છે. 

જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષથી પ્રીતિ કરે છે તે ગોહ અને બે મ્હોંવાળી સાપણ થાય છે. પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાળાળા, પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરક્ષુ, અને શલ્લકી થઈને રીંછની યોનિમાં ઉત્પન્ન થાય છે. તાપસ સ્ત્રીમાં ગમન ક રવાવાળા પુરુષ મરુસ્થળમાં પિશાચની યોનિ મેળવે છે. જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રીમાં ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે. ગુરુની સ્ત્રીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા, રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે. ગુદામાં ગમન કરવાવાળઆ સુવર, વૃષલી (શૂદ્રા)માં ગમન કરવાવાળા બળદ અને મહાકામી અને લમ્પટ ઘોડા થાય છે. મૃતકના એકાદશાહના દિવસ ભોજન કરવાવાળા કુતરા અને દેવતાઓના ભાગને ખાવાવાળા મરઘા થાય છે. જે બ્રાહ્મણ દ્રવ્યના લોભથી દેવતાઓનું પૂજન કરે છે તે દેવલક કહેવામાં આવે છે અને દેવકાર્ય તથા પિતૃકાર્યમાં નિંદિત થાય છે. 

★ મહાપાતકોથી યુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મના ક્ષય થવા પર આ સંસારમાં ફરીથી આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે. બ્રહ્મહત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા, ઊંટ અને ભેંસની યોનિમાં યઉત્પન્ન થાય છે. મદિરા પીવાવાળા વરૃ, કુતરા અને શિયાળની યોની મેળવે છે. સોનુ ચોરવાવાળા કીડા-મકોડા, પતંગિયાની યોનિ મેળવે છે. બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા અને કોઆના રાખેલા ધનને પાછું ન આપવાવાળા વ્યક્તિ બ્રહ્મરાક્ષસ થાય છે તથા બળાત્કારથી વધારે ચોરીથી લેવામાં થયેલું ધન મનુષ્યના બધા પુણ્યોને નષ્ટ કરી દે છે અને સૃષ્ટિપર્યંત એની પેઢીઓને સમાપ્ત કરી દે છે.

★ કોઈ પણ મનુષ્ટ બ્રાહ્મણના ધનને નથી પચાવી શકતો. બ્રાહ્મણના ધનથી જો સેના એક્ઠી કરવામાં આવે તો તે પણ રેતીના પુલની જેમ વિખેરાઈ જાય છે. હે ગરુડ! બ્રાહ્મણનું અતિક્રમણ કરવાથી દેવતાઓના ધનને હરવાથી કુળ પણ નષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ બ્રાહ્મણને દાન નથી આપતો તે અંધ, દરિદ્ર અને ભિખારી થઈ જાય છે. પોતાના માટે આપેલા દાનને લૂંટવું પણ પાપનું કારણ થાય છે અને આવા વ્યક્તિ ૬૦ હજાર વર્ષ સુધી ગટરના કીડા બન્યા રહે છે.

★ મનુષ્યને જોઈએ કે તે ભૂમિ અને જીવિકા આપીને વિદ્વાન બ્રાહ્મણની રક્ષા કરવાનો પ્રયત્ન કરે. જો તે રક્ષા નથી કરતો અથવા ખુદ લઈ લે છે તો પંગુ અને કુતરો થાય છે. આપણા બધા દેહધારીઓમાં અનેક ચિહ્ન અને યોનિઓ પોતાના કર્મના દ્વારા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ કોઈ બ્રાહ્મણની જીવિકાને હરી લે છે તે કુતરા અને વાંદરાની યોનિમાં જન્મ લે છે.

To be continue...


Thank you...

Admin:- indiangodhistry

You Might Also Like

0 Comments

Any dought, so please comment now...