ગરુડ પુરાણ કથા અધ્યાય-૬ ભાગ-૪
- March 16, 2021
- By Jaydip Morichauhan
- 0 Comments
★ મનુષ્ય પોતાના ન્યાયથી ૩૨ માશે સુવર્ણ એક્ઠું કરે અને નારાયણની પ્રતિમા બનાવે પછી એને બે પીળા કપડાઓથી ઢાંકીને આભૂષણ પહેરાવે અને અનેક પ્રકારથી તીર્થોના જળથી સ્નાન કરાવીને સિંહાસન પર પ્રતિષ્ઠિત કરે અને પછી એનું પૂજન કરે. એ પ્રતિમાના પૂર્વ દિશામાં શ્રીધર અને દક્ષિણ મધુસૂદન, ઉત્તતરમાં ગદાધર અનિ પશ્ચિમમાં વામનદેવને રાખે. વચ્ચે બ્રહ્મા અને મહાદેવ શંકરની સ્થાપના કરે તથા ફૂલોથી એની પૂજા કરે. પછી એની પ્રદક્ષિણા કરીને દહી અને દૂધથી તૃપ્ત કરે. એના પછી નહાઈને વિધિપૂર્વક ઔર્ધ્વદૈહિક ક્રિયા કરે. એમાં ક્રોધ અને લોભથી મુક્તિ જરૃરી છે. એના પછી બ્રાહ્મણો માટે તેર પદ દાન કરે અને પ્રેત માટે આ ઘડાનું દાન કરવું જોઈએ. આ સાંભળીને રાજાએ પૂછ્યું કે પ્રેત પ્રેતઘટનું દાન કેવી રીતે કરવામાં આવે છે? તમે મને એની વિધિ બતાવો. એના જવાબમાં પ્રેત બોલ્યો કે આ દાન પ્રેતત્વ પ્રાપ્ત નથી થતું. આ પ્રેતઘટ નામનું દાન પાપોને નાશ કરવાવાળું છે અને લોકોમાં દુર્લભ છે. મનુષ્યને જોઈએ કે તે ઓગળેલા સોનાના ઘડાને બનાવીને ઇન્દ્ર, યમ, વરુણનું આહ્વાન કરીને આ ઘડાની વચ્ચે બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શંકરનું આહ્વાન કરીને એમની પૂચા કરે અને પરી લોકપાલોની આરાધના કરે. એના પછી ધૂપ, ફૂલ, ચંદાનથી સોનાના ઘટનું દાન કરે. આ દાન પાપોને નાશ કરવાવાળું છે અને જો મનુષ્ય ઇચ્છે કે એનું પ્રેતત્વ નષ્ટ થાય તો એને આ દાન કરવું જોઈએ.
★ શ્રી ભગવાને એને પછી કહ્યું-હે ગરુડજી! જે સમયે પ્રેતની સાથે રાજા વાત કરી રહ્યો હતો એ સમયે હાથી, ઘોડા અને રથોથી ભરેલી રાજાની સેના પણ ત્યાં આવી ગઈ. એના ઉપરાંત પ્રેતે રાજાને મહામણિ આપી અને ત્યાંથી ચાલ્યો ગયો. રાજા પણ પોતાના નગરમાં પાછો આવ્યો અને ત્યાં પ્રેત માટે શ્રાદ્ધ કર્યું. એનાથી એ પ્રેતની યોનિ છૂટી ગઈ અને એના આપેલા દાનથી પ્રેત પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત થયો.
★ આ સાંભળીને ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હે ભગવન્! પુણ્ય આત્માઓની અલૌકિક ક્ર્યિઆઓ હોય છે એમના વિષયમાં બતાવો. આ સાંભળીને ભગવાન બોલ્યા કે ધર્મ સંપન્ન લોકોના યોગ્ય ક્રિયાઓના વિષયમાં હું તને બતાવું છું. જે પુણ્યાત્મા મનુષ્ય છે તે પોતાના વૃદ્ધાવસ્થામાં પોતાની ઇન્દ્રિયોની અશક્તતાને કારણે કશું નથી સાંભળતો પરંતુ પોતાની મૃત્યુને નજીક સમજીને એને એ પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, જે એણે જાણે કે અજાણે કર્યા છે. અંત સમયમાં પૂર્વ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે અને ગંધ મૂળ, મિઠાઈ ફળ વગેરેથી પૂજા કરે. એમાં કેટલીક વાતો વિશેષ રૃપથી ધ્યાન આપવાની છે
૧. બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને ભોજન કરાવવું.
૨. અષ્ટાક્ષર (ઓઉમ વિષ્ણવે નમઃ)નો જાપ કરવો.
૩. દ્વાદશાક્ષર (ઓઉમ નમો ભગવતા વાસુદેવાય) મંત્રનો જાપ કરવો.
૪. વિષ્ણુના બધા અવતારો મતસ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, રામચન્દ્ર, કૃષ્ણ, વામન, પરશુરામ, કલ્કિ આમનું સ્મરણ કરવું અને બુદ્ધનું સ્મરણ કરવું.
★ કૃષ્ણ નામના જાપ કરવાથી મનુષ્યના કરોડો પાપ ધોવાઈ જાય છે કેમ કે અજામિલના નારાયણ નામના પોતાના પુત્રને પુકારીને મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. તો પછી પોતાના મનની ઊંડાણતાથી વિષ્ણુનું નામ લેવાથી મનુષ્ય મોક્ષ પદને અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ દુષ્ટોને પણ ક્ષમા કરી દે છે કેમ કે તે એમનું નામ સ્મરણ કરી લે છે. પાપનો નાશ કરવામાં વિષ્ણુનું નામ જેવી શક્તિ બીજા કોઈ તત્ત્વમાં નથી. જ્યારે યમરાજ પોતાના દૂતોને આદેશ આપે છે તો કહે છે કે તમે ફક્ત એ જ લોકોને લાઓ જેઓએ વિષ્ણુના નામનું સ્મરણ કર્યું હોય. વિષ્ણુના અનેક નામ છે, કમલનયન, વાસુદેવ, શંખચક્રને ધારણ કરવાવાળા, દામોદર, હરિ, શ્રીધર, માધવ, જાનકી, નાયક-આ બધા નામોના સ્મરણથી પાપ દૂર થઈ જાય છે. જે મનુષ્ય ભગવાનના ચરણ-કમળોમાં પોતાની ભક્તિ રાખે છે એના માટે યમરાજનો આદેશ છે કે એને છોડી દેવામાં આવે. ફક્ત એ જ વ્યક્તિને લાવવવામાં આવે જે ભગવાનનુ સ્મરણ નથી કરતો અને એમના પૂજનથી વિમુખ થાય છે.
★ જે વ્યક્તિ પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને નારાયણથી દૂર રહે છે એનો ઉદ્ધાર નથી થતો. કૃષ્ણ ભક્ત સ્વપ્નમાં પણ યમદૂતોને નથી જોતો. એવા ભક્ત શરીર મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. આથી વિષ્ણુનું નામ સ્મરણ પરમ ચૈતન્યની પ્રાપ્તિ કરાવે છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ જોઈએ અને સાંભળવો પણ જોઈએએ. એકાદશીનું વ્રત ગીતા ગંગાજળ, તુલસી જળ મૃત્યુના સમયે મનુષ્યને મુક્તિ આપવાવાળા હોય છે. હે ગરુડજી! આ વાત જાણી લેવી જોઈએ, જે મનુષઅય અંતકાળમાં દાન આપે છે એને વધારે અધિક ફળ મળે છે.
★ અંતિમ સમયમાં કરવામાં આવેલું દાન જો પુત્ર દ્વારા સમર્થિત થાય છે તો એનું ફળ ઓર પણ વધારે થાય છે સત્પુત્રને જોઈએ કે તે પોતાના પિતાના અંતિમ સમયમાં એમનાથી દાન કરાવે કેમ કે આથી લોકો પુત્રની કામના કરે છે. પિતાના અંત સમયમાં કરવામાં આવેલા દાનના પળ પુત્રને પણ પ્રાપ્ત થાય છે અને પિતા પણ દુઃખને પ્રાપ્ત નથી થતાં.તલનું દાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. એનાથી અસુર, દાનવ, દૈત્ય સંતુષ્ટ થઈ જાય છે. સફેદ કાળા રંગના તળ દાન કરવાથી મન શરીરથી કરવામાં આવેલા પાપ ધોવાઈ જાય છે.
★ ભૂમિમાં હાથ રાખીને લોખંડનું દાન કરવું જોઈએ. એનાથી યમરાજનો ભય દૂર થઈ જાય છે કેમ કે યમરાજના હાથમાં કુહાડી વગેરે રહે છે. તેથી આ દાન એમના ડરથી મુક્ત કરે છે સોનાનું દાન સૌથી મહત્ત્વપૂર્ણ દાન છે. એનાથી ભૂલોક, ભૂવર્લોક અને સ્વર્ગલોકમાં નિવાસ કરવાવાળા પ્રાણી સંતુષ્ટ થાય છે. દેવતા પણ આ દાનને પ્રાપ્ત કરીને વરદાન આપે છે. આ દાન પ્રેતનો ઉદ્ધાર કરે છે અને સ્વર્ગની ગતિ બતાવે છે. તે પરાક્રમી ધની ધર્માત્મા અને રૃપવાન હોય છે કપાસનું દાન પણ યમદૂતોના ભયથી દૂર કરાવે છે.મીઠા(નમક)નું દાન કરવાથી ચિત્રગુપ્ત વગેરે પણ સંતુષ્ટ થાય છે.
★ સપ્તધાન્યથી ધર્મરાજ પ્રસન્ન થાય છે અને યમપુરના દ્વાર બંધ થઈ જાય છે. સપ્તધાન્ય જવ, ઘઉં, મગ, અડદ, ચણા અને ચોખા તથા કંગુની કહેવામાં આવ્યા છે. ગાય ચરમ માત્ર અર્થાત્ એટલી ધરતી પર જેના પર ગાય અને બળત સાથે-સાથે બેસી શકે દાન કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ જાય છે.
★ જે મનુષ્ય વ્રત કરે છે અને આ બધા કહેલા દાનો કરે છે એના તો પાપ દૂર થાય જ છે, પરંતુ ભૂમિ દાનથી મનુષ્ય સુર અને અસુરથી પૂજિત થઈને ઇન્દ્રલોક જાય છે.જે રાજા બ્રાહ્મણને ભૂમિ દાન નથી કરતો તે સંસારમાં જો ફરીથી આવે છે તો પોતાની એક નાની ઝૂંપડી પણ નથી બનાવી શકતો.અભિમાનવશ ભૂમિનું દાન કરવાથી જ નરકમાં વાસ થાય છે. પરંતુ આ ત્યાં સુધી હોય છે જ્યાં સુધી કે તે બાકી ભૂમિ પોતાની પાસે રાખે છે.ભૂમિદાન ગૌદાનની જેમ જ છે કે મ કે ભૂમિ ગાયનું જ રૃપ છે. મનુષ્યને જોઈએ કે અંતધેનુ અને રુદ્રધેનુ તથા ઋણધેનુ તથા મોક્ષધેનુનું દાન કરે. આ પ્રકારના દાનથી મનુષ્ય બધા પ્રકારના પાપોથી મુક્તિ મેળવી લે છે.
★પોતાની અનેક અવસ્થાઓમાં કરવામાં આવેલા પાપ ગાય દાનથી નષ્ટ થઈ જાય છે. સમય-સમય પર જે મન, વચન, કર્મથી પાપ થાય છે તે બ્રાહ્મણને ગાયદાન આપવાથી નષ્ટ થઈ જાય છે.મનુષ્યને જોઈએ કે તે સાવધાન થઈને મૃત્યુથી પહેલા ગૌ દાન કરે. પરંતુ દાન સત્પાત્ર ને જ કરવામાં આવવું જોઈએ કેમ કે સત્પાત્રને પ્રતિગ્રહના દોષ નથી લાગતો. અપાત્રને દાન આપવામાં આવેલી ગાય દાતાને નરકમાં પહોંચાડે છે. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઇચ્છે છે એને જોઈએ કે તે અપાત્ર માટે ગાયનું દાન ના કરે અને એક ગાયને એક મનુષ્યને જ દાન કરે. ગૌદાન વહેંચી નથી શકાતું. હવે હું વૈતરણી નદીને પાર કરવા માટે ગૌદાનનું મહત્ત્વનું ચિત્રણ કરું છું.
★મનુષ્યને જોઈએ કે તે કૃષ્ણ કે લાલ વર્ણની ગાયને અભૂષણોથી સુસજ્જિત કરીને એને ખુરોની ચાંદી, સીંગડાઓને સોનાના બનાવીને કપાસની ઉપર ઊભી કરીને તાંબાના પાત્રની સાથે લોખંડ દંડને ધારણ કરવાવાળા યમરાજની સ્થાપના કરે. પછી એ પાત્રમાં ઘી નાખીને બધાની ઉપર રાખી દે પછી ઈખની નાવ બનાવીને રેશમના કપડામાં લપેટીને એને પાણીના ખાડામાં નાવને નાખી દે અને પછી ગાયની સાથે એનો સંકલ્પ કરીને એને બ્રાહ્મણને દાન આપી દે. તે આ પ્રકારથી પ્રાર્થના કરે કે - હે જગન્નાથ! તમે શરણાગત વત્સલ છો. શોકમાં ડૂબેલા વ્યક્તિઓના રક્ષક છો, તમે મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત આ ગાયદાન કરી રહ્યો છે. તમને તથા વૈતરણ રૃપ ગાયને નમસ્કાર છે. મેં એ નદીથી ઉતરવા માટે આ ગાયદાન કર્યું છે. દેવેશ ઇન્દ્ર! હું ગાયોના મધ્યમાં જ નિવાસ કરું. ગાયોમાં લક્ષ્મીનો નિવાસ છે. આ લક્ષ્મી રૃપ ધેનું મારા પાપોનો નાશ કરે. મનુષ્યને જોઈએ કે આ પ્રકારે પૂજા કરીને અને પ્રદક્ષિણા કરીને ગાય સહિત બધી સામગ્રી બ્રાહ્મણને દાન આપી દે. એવો વ્યક્તિ ધર્મરાજની સભામાં પહોંચી જાય છે. આ પ્રકારે પુણ્ય કાળમાં ગાયનું દાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. જ્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને કોઈ સત્પાત્ર મળી જાય એને પણ પુણ્ય કાળ માનવામાં આવે છે. અર્થાત્ એવા સમયમાં નિશ્ચિંત થઈને ગૌદાન કરવું જોઈએ. કેમ કે મનુષ્યનો વૈભવ એક જેવો નથી રહેતો અને મૃત્યુ પણ ક્યારેય પણ આવી શકે છે આથી દાન કરીને મનુષ્યને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. ભાવનાથી કરવામાં આવેલું થોડું દાન પણ અપાર ફળ આપે છે. ભાઈ-બંધુ શરીર બધું નાશવાન છે ફક્ત ધર્મ જ સ્થિત રહે છે. મૃત્યુ પછી પ્રત્યેકને પ્રેમ ક્ષીણ થઈ જાય છે. પ્રાણીની પોતાની આત્મા જ એના બંધુ છે. આથી પોતાની સંતુષ્ટિ માટે દાન આપવું જોઈએ. આ જીવન અનિત્ય છે. મનુષ્યની પાછળ કોઈ એના માટે કશું નથી કરતો આથી એને ખુદ પોતાના લોકોત્તરની ચિંતા થવી જોઈએ. મરેલા શરીરને લાકડી અને કાંકરાની સમાન લોકો છોડી દે છે, આથી મનુષ્યને જોઈએ કે તે પોતાના શુભ-અશુભનું ધ્યાન રાખીને દાન કરે. દુઃખનો સંસાર સાગર વિરાટ હોય છે. એમાં કોઈ કોઈનો ભાઈ નથી. અહીંયા કર્મના સંબંધથી પ્રાણી આવે છે અને ચાલ્યા જાય છે. કર્મના ભાવ સાથે જોડાય છે અને કર્મના ક્ષીણ થવા પર સંબંધ તૂટી જાય છે. માતા-પિતા, પુત્ર વગેરે બધે એક્ઠા થયેલા એ પ્રાણીઓ સમાન છે, જે નદીમાં વહેતાં લાકડીઓના તરાપાની જેમ એક પણ છે અને નથી પણ.
★ આ લોકથી જે લોકોત્તરનો માર્ગ છે એમાં જ્ઞાની વ્યક્તિ સુખ મેળવે છે નહીં તો એને કષ્ટ મળે છે. જે-જે આપણે અહીંયા આ ધરતી પર દાન કરીએ છી એના પુણ્યના પ્રભાવથી આપણને ધર્મના માર્ગમાં આરામ મળે છે. આથી જ્યાં સુધી મનુષ્યનું જીવન છે ત્યાં સુધી તે દાન અને સમર્પણથી પોતાની આત્માને ઉદાર બનાવે. ધર્મથી અર્થ થાય છે અને ધર્મથી જ કામ થાય છે અને ધર્મ જ મોક્ષનો દાતા હોય છે. આથી મનુષ્યએ ધર્મ કરવો જોઈએ. પરંતુ એ પણ જાણી લેવું જોઈએ કે ધર્મ શ્રદ્ધાથી ધારણ કરવામાં આવે છે. ધન, ધર્મનો આધાર નથી હોતો. જે મનુષ્ય ધનહીન છે તે પણ પોતાના સ્વચ્છ મનથી ધર્મનું આચરણ કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે.
★ હે ગરુડ! જે મનુષ્ય ધરમના પુરા રૃપોને જાણીને દેવી-દેવતાઓને પ્રસન્ન કરીને ધાર્મિક કાર્ય કરે છે અને વિધિવત્ દાન આપે છે તે પોતાના પુણ્યોને સંચિત કરે છે. એને નરકની યાતના નથી થતી અને આવો મનુષ્ય પરમ આનંદને પ્રાપ્ત કરે છે.
Thank you...
Admin:- indiangodhistry
0 Comments
Any dought, so please comment now...